ETV Bharat / state

ચીનનો ગભરાટ છતો થયો, દવાઓનું સાવ સસ્તું રો-મટિરીયલ પુરું પાડી ભારતને આત્મનિર્ભર બનતું અટકાવશે - Gujarat

વિશ્વ આખાને મહામારીમાં ધકેલી ધમધોકાર વેપાર કરી રહેલું ચીન ભારતને દવાઓના ક્ષેત્રે આત્મનિર્ભર બનતું અટકાવવા એડીચોટીનું જોર લગાવી કૂદી પડ્યું છે. અત્યંત સસ્તાં ભાવે દવાઓની બનાવટમાં વપરાતાં મટિરિયલની ભારતમાં નિકાસ શરુ કરી છે.

ચીનનો ગભરાટ છતો થયો, દવાઓનું સાવ સસ્તું રો-મટિરીયલ પુરું પાડી ભારતને આત્મનિર્ભર બનતું અટકાવશે

author img

By

Published : May 28, 2020, 3:23 PM IST

ભરુચ: કોરોનાનું ઉદગમસ્થાન એવું વુહાન ફરી ધમધમતું થઈ ગયું છે જયારે ભારત અને અમેરિકા સહિતના દેશ કોરોનના કેેર સામે ઝઝૂમી રહ્યાં છે. ચીન ભારતના આત્મનિર્ભર મિશનથી ગભરાઈ પોતાના સૌથી મોટા ગ્રાહક ભારતને જીવનરક્ષક દવાઓના પ્રાણસમાન રો મટીરીયલ એપીઆઈ અને ઇન્ટરમિડિયેટ્સની ભારતમાં નિકાસ શરુ કરી ભારતીય ઉદ્યોગો રો મટીરીયલ ચીનમાંથી જ ખરીદે તે માટે જોર લગાવી રહ્યું છે.

ચીનનો ગભરાટ છતો થયો, દવાઓનું સાવ સસ્તું રો-મટિરીયલ પુરું પાડી ભારતને આત્મનિર્ભર બનતું અટકાવશે
કોરોનાના કારણે આખા વિશ્વમાં ચીન સામે નારાજગી છે. મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ અને મોટા દેશો ચીન ઉપરથી નિર્ભરતા હટાવવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ચીને તેના બાયર્સ અન્ય દેશ તરફ ન વળે તે માટે જોર લગાવ્યું છે. વુહાન ઉપરાંત ઝેજિયાંગ અને જિઆંગસુથી જીવનરક્ષક દવાઓના પ્રાણ સમાન એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રીડિએન્ટ્સ - એપીઆઈ અને ઇન્ટરમિડિયેટ્સ ભારતમાં સપ્લાય શરુ કરી દીધો છે. અંકલેશ્વર દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર છે જ્યાં ૧૦૦૦ થી વધુ કેમિકલ ઉદ્યોગમાં થતું સ્થાનિક ઉત્પાદન ચીનથી આયાતઘટકો વિના અધૂરા છે. ચીન ભારતમાં વાર્ષિક ૪૨.૪ અબજ રૂપિયાના ફાર્માસ્યુટિકલ્સ રો મટીરીયલની ભારતને નિકાસ કરે છે જે કુલ માંગના ૭૦ ટકા જેટલી હોવાનો અંદાજ છે. છેલ્લા ૩ વર્ષથી ભારતે ચીન પાસેથી ૩૫૪ દવાઓ અને દવાઘટકો આયાત કરે છે જે સૂચવે છે ભારતીય દવા ઉદ્યોગ ચીનની રહેમ ઉપર છે. કોરોના બાદ ભારત સરકાર અને ભારતીય ઉદ્યોગજગત સફાળું જાગ્યું છે અને ભારતીય દવા એકમો માટે ખાસ લાભ અને સરળ પરવાનગીઓની જાહેરાત કરી આત્મનિર્ભર બનવા પાપા પગલી માંડી છે. આ અંગે ચાઇનીઝ ઈમ્પોર્ટર અને અંકલેશ્વર ઉદ્યોગમંડળના પ્રવક્તા પ્રવીણ તેરૈયાએ ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના વચ્ચે દેશમાં આત્મનિર્ભર બનવા પ્રયાસ વચ્ચે વુહાન ઘણાં સમય બંધ રહ્યાં બાદ ખૂબ ઝડપથી કેમિકલ સપ્લાય કરી રહ્યું છે ભારતમાં એપીઆઈ અને ઇન્ટરમિડિયેટ્સ ચીનમાંથી ૭૦ ટકા આયાત થાય છે ભારતના આત્મનિર્ભર બનવાના પ્રયાસ શરુ થતા ચીને પણ દાવપેચ શરુ કર્યા છે. ચીન અગાઉથી જ સસ્તા ઉત્પાદનના કારણે ભારત ઉપર હાવી રહ્યું છે. કેટલાક ઉત્પાદનો ભારતમાં ઉત્પાદિત કરવા સામે ચીને સસ્તામાં નિકાસ શરુ કરતા ભારતે ઉત્પાદન બંધ કરી આયાત શરુ કરવી પડી હતી. હવે એક કદમ આગળ વધી ભારતમાં આત્મનિર્ભર મિશન અંતર્ગત ઉત્પાદન શરુ ન થાય તે માટે ચીને તેની નિકાસ વધુ સસ્તી બનાવી છે. જેથી ભારતીય ઉદ્યોગો સાહસ ન કરે. અંકલેશ્વર ઉદ્યોગમંડળનાં પ્રમુખ મહેશ પટેલના મતે ચીને કોરોના વખતે વધાર્યા અને હવે ઘટાડી દીધાં છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતે આપવું જોઈએ જેથી કરીને ચીન પર આધાર ન રાખવો પડે. ચીન આખા વિશ્વના વિકાસ ઉપર બ્રેક લગાવી હવે જાતે વૈશ્વિક બજારમાં દબદબો બનાવવા પેંતરો રચી રહ્યું છે. ઉદ્યોગો ચીનમાંથી અન્ય દેશો તરફ મીટ માંડી રહ્યાં છે ત્યારે જેતે ઉદ્યોગોના નિર્ણયને ખોટા સાબિત કરવા ચીન સસ્તી આયાત અને અન્ય દેશોના ઉદ્યોગોને ખોટમાં સપડાવવા કાવતરાં રચી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.