ભરુચ: અરબી સમુદ્રમાં સર્જાયેલ લૉ પ્રેશરના પગલે ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનો પારો ૩૯ ડીગ્રી નોધાયો છે અરબી સમુદ્રમાં સર્જાયેલ લૉ પ્રેશરના પગલે સમગ્ર રાજ્યના વાતારવણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતારવણ જોવા મળ્યું હતું. જેનાથી લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી હતી.
જો કે તાપમાનનો પારો ૩૯ ડિગ્રી નોધાયો હતો તો ૧૬ કી.મી.પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોને રાહત સાંપડી હતી. આ તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવેલ વિવિધ બંદરે ૧ નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું છે પરંતુ ભરૂચના દરિયામાં એવી કોઈ હિલચાલ નજરે ન પડતાં ભરૂચ બંદરે ૧ નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું નથી.