- ઈદગાહ મેદાન પર ઇદની નમાઝ મોકૂફ રહી
- લોકોએ એક મેકને ઇદના પર્વની શુભકામના પણ પાઠવી હતી
- કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દુર થાય એવી ગુજારીશ કરી હતી
ભરૂચઃ હાલ કોરોના વાઇરસનો કાળો કહેર વર્તી રહ્યો છે. જેની અસર તહેવારો અને ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પવિત્ર ઈદના દિવસે જૂનાગઢ ઈદગાહ મસ્જીદ સૂની પડી
ઇદની નમાઝ દર વર્ષે ઇદગાહ મેદાન પર અદા કરવામાં આવે છે
ઇદની નમાઝ દર વર્ષે ઇદગાહ મેદાન પર અદા કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોનાના સંક્રમણના પગલે ઇદગાહ પર ઇદની નમાઝ મોકૂફ રાખવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભરૂચના મુઝમ્મિલ પાર્ક સોસાયટીના મુસ્લિમો દ્વારા ઈદ પર્વની અનોખી ઉજવણી
4 લોકોએ ભેગા મળી ઇદની નમાઝ અદા કરી
30 દિવસ રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઘણી મસ્જિદોમાં માત્ર ચાર લોકોએ ભેગા થઇ નમાઝ અદા કરી હતી. મોટાભાગના લોકોએ તેમના ઘરે જ ઇદની નમાઝ અદા કરી અલ્લાગની બંદગી ગુજારી હતી. લોકોએ એક મેકને ઇદના પર્વની શુભકામના પણ પાઠવી હતી અને કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દુર થાય એવી ગુજારીશ કરી હતી.