રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા શપથ તથા રાષ્ટ્રીય એકતા પરેડ સાથે શહેરના સી.એમ.પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભરૂચના ઘારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, જિલ્લા કલેક્ટર ડૉ.મોડિયા, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા તથા નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ હાજર રહ્યા હતા.
દરમિયાન તમામ લોકોએ 'રાષ્ટ્રીય એકતા'ના શપથ લીધા હતા અને ત્યારબાદ 'રન ફોર યુનિટી'ની શરૂઆત કરવામાં આવી હતી.
આયોજિત 'રન ફોર યુનિટી'માં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા.