ભરૂચઃ બી ડીવીઝન પોલીસે બોગસ પત્રકારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભરૂચ શહેર બી-ડીવીઝન પોલીસ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા ઇસમો વિરુદ્ધ 12 એપ્રિલના રોજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારના કેટલાક ઇસમો આરોપીઓને છોડાવવા તથા રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.
પોલીસ સ્ટેશન આવેલા ઈસમોમાંથી અલીહનેન મુસ્તાક પાનવાલા નામના ઇસમે પોતે પત્રકાર હોવાનું દર્શાવી સમગ્ર ઘટનાનું વિડીયો શૂટ કર્યું હતું. ત્યારબાદ આરોપીએ આ વીડિયો શોસિયલ મીડિયા અને યુ-ટ્યુબ પર અપલોડ કર્યો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.