ભરૂચ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામી રહ્યો છે. 1 તારીખે પ્રથમ તબક્કાનું અને 5 તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા જોરો-શોરોમાં પ્રચાર(campaign by all political parties) ચાલી રહ્યો છે. ચૂંટણીના માહોલને લઈને દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના મતવિસ્તારોમાં જઈને મતદારોને રિઝવવા માટે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ધારીથી ભાજપ ઉમેદવાર જયસુખ કાકડીયાએ પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી.
મતદારોને રિઝવવા માટે પ્રયાસ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ચૂંટણીના માહોલને લઈને દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના મતવિસ્તારોમાં જઈને મતદારોને રિઝવવા માટે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના ધારી વિધાનસભાના ઉમેદવારે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી. અંકલેશ્વર મત વિસ્તારના મતદારોએ પુષ્પગુચ્છ આપી ભાજપના ઉમેદવાર જયસુખભાઈ કાકડીયાનું સ્વાગત કર્યું હતું. અંકલેશ્વરમાં 150થી વધુ પ્રવાસી પરિવારો ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જેથી કરીને જયસુખ કાંકરિયાએ પ્રવાસી મતદારોને મતદાન કરવા અને પોતાના ચૂંટણી પ્રચારમાં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું. સાથે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
સીધી ટક્કર કોંગ્રેસ સાથે: ભાજપના ઉમેદવાર જયસુખ કાકડીયાએ તેમણે જણાવ્યું હતું કે ધારી મતદાન ક્ષેત્રમાં તેઓની સીધી ટક્કર કોંગ્રેસ સાથે રહેશે. ઉપરાંત ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. તેના સવાલમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ ક્યારેય કોઈનાથી ડરી નથી અને ડરવાની નથી પરંતુ જ્યારે રાજકીય માહોલ હોય અને એ પણ વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે મુખ્યપ્રધાનથી લઈને પ્રધાનો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મતદારોને રિઝવવા પ્રયત્ન કરતાં હોય છે. ભાજપની સરકારે નર્મદાના પાણી અહીં પહોંચાડ્યા છે. સૌની યોજનાથી ખેડૂતોને ફાયદો થયો છે. ભાજપના કામો લોકોને યાદ છે એટલે લોકો મત આપે છે. ઉપરાંત તેમણે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.