ETV Bharat / state

ભરૂચનું કસક ગરનાળાનું સમારકામ, વાહન વ્યવહાર આજના દિવસ માટે બંધ

ભરુચ જેવા જૂના રસ્તા અને વધુ વાહનો ધરાવતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘેરી બની રહેતી હોય છે. તેવામાં સમારકામ માગી લેતાં ગરનાળાંને આજે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભરુચ શહેરમાં પ્રવેશ માટે મુખ્ય માર્ગ એવા કસક ગરનાળાને સમારકામ માટે આજનો દિવસ બંધ રાખવામાં આવ્યું છે. જેને લઇને ભૃગુ ઋષિ ઓવરબ્રિજ પર વાહનોનો ભારે ધસારો રહેતાં ટ્રાફિકજામના દ્રશ્યો નજરે પડ્યાં હતાં.

ભરૂચનું કસક ગરનાળું વાહન વ્યવહાર માટે આજનો દિવસ બંધ

author img

By

Published : Sep 3, 2020, 1:44 PM IST

ભરુચ: ભરૂચનું કસક ગરનાળુ વાહન વ્યવહાર માટે આજનો દિવસ બંધ રહ્યું હતું. ગરનાળાના સમારકામ માટે ગરનાળું બંધ રાખવાના નિર્ણય બાદ ટ્રાફિકજામના દ્રશ્યો જોવાં મળ્યાં હતાં. ભરૂચ શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સમાન શહેરના કસક ગરનાળાને આજનો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ગરનાળામાં સમારકામની જરુરિયાતને લઇને રેલવે વિભાગે નોટિસ ઈશ્યૂ કરી હતી. જેના પગલે ગરનાળાને આજના દિવસ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે.

ભરૂચનું કસક ગરનાળું વાહન વ્યવહાર માટે આજનો દિવસ બંધ
ભરૂચનું કસક ગરનાળું વાહન વ્યવહાર માટે આજનો દિવસ બંધ

કસક ગરનાળુ બંધ રહેતાં વાહન વ્યવહારને ભૃગુ ઋષિ ઓવરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં અને વાહનચાલકોનો સમય બગડ્યો હતો. ગઈકાલે કસક ગરનાળામાં ટેમ્પો ભટકાતાં એન્ગલ તૂટી પડી હતી જેનાથી અકસ્માત સર્જાવાની ભીતિ પણ સામે આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.