ETV Bharat / state

ભરૂચમાં વતન પરત જવાની મંજૂરી માટે શ્રમિકો પહોંચ્યા કલેક્ટર કચેરી

રાજ્યમાં સુરત તથા અન્ય શહેરોમાંથી શ્રમજીવીઓને વતનમાં પરત મોકલવાની કવાયત ચાલી રહી છે. ત્યારે ભરૂચમાં અટવાયેલા શ્રમિકો પણ વતનમાં જવાની મંજૂરી મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં.

author img

By

Published : Apr 29, 2020, 7:45 PM IST

etv bharat
ભરૂચ: વતન પરત જવાની મંજુરી માટે શ્રમિકો પહોંચ્યા કલેકટર કચેરી

ભરૂચ: ઔદ્યોગિક નગરી ગણાતા ભરૂચમાં પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતથી શ્રમજીવીઓ રોજગારી માટે આવતાં હોય છે. એક મહિના ઉપરાંતથી ચાલી રહેલા લોકડાઉનના કારણે તેમની હાલત કફોડી બની છે. ધંધા-રોજગાર બંધ હોવાના કારણે ચિંતાતૂર છે. તેમજ વતનમાં રહેલાં પરિવારની યાદ પણ ચિંતા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી શ્રમજીવીઓને વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી ભરૂચમાં અટવાયેલાં શ્રમજીવીઓમાં પણ આશા જાગી હતી.

ભરૂચની કલેક્ટર કચેરી ખાતે 150 કરતાં વધારે શ્રમિકો એકત્ર થયાં હતાં અને તેમણે કલેક્ટર પાસે વતનમાં જવાની મંજૂરી માંગી હતી. હાલ લોકડાઉન ચાલી રહ્યું હોવાથી 3 મે બાદ તેમને વતનમાં મોકલવા અંગે નિર્ણય લેવાશે તેવી જાણ કરવામાં આવતાં શ્રમિકો નિરાશ થયાં હતાં.

વતન જવાની આશા સાથે કલેક્ટર ઓફીસ ખાતે આવેલા લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી એક દિવસના આંતરે જમવાનું મળે છે. લોકડાઉનમાં રોજગારી નહિ મળતા જીવવું મુશ્કેલ બન્યું છે.આજે અમારા વતનમાંથી ફોન આવ્યો હતો કે આધારકાર્ડ સહીતના પુરાવા લઈ કલેક્ટરમાં રજૂઆત કરશો તો તંત્ર તમને પરત મોકલવા વ્યવસ્થા કરશે. તેથી અમે ઘરે જવાની આશા સાથે કલેક્ટર ઓફીસ આવ્યાં હતા પણ કોઇ હકારાત્મક પરિણામ અમને મળ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.