યુક્રેન/ભરૂચઃ રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. ત્યારે યુક્રેનમાં અનેક ભારતીય લોકો હજી પણ ફસાયેલા છે. તેવામાં ગુજરાતના ભરૂચની એક વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી (Plight of a Bharuch student trapped in Ukraine) વર્ણવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ (Bharuch student's social media post about Ukraine) કર્યો હતો. સાથે જ તેણે આ વીડિયોમાં યુક્રેનની વર્તમાન સ્થિતિ અંગે વાત કરી હતી. આ સાથે જ વિદ્યાર્થિનીએ ભારતીય દૂતાવાસની પણ ટીકા કરી હતી.
આ પણ વાંચો- Indian Student Return From Ukraine: યુક્રેનથી પાલનપુર પહોંચ્યોં વિદ્યાર્થી, જોવા મળ્યા લાગણીસભર દ્રશ્યો
ભરૂચની વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વીડિયો
યુક્રેનમાં ભરૂચની વિદ્યાર્થિની (Bharuch Student asks for Help) ફસાઈ છે. ત્યારે આ વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ (Bharuch student's social media post about Ukraine) કરી સરકાર પાસે મદદ માગી હતી. આ સાથે જ વિદ્યાર્થિનીએ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની મદદ માટે ભારતીય દૂતાવાસે હાથ ઊંચા કર્યા (Indian Embassy Unable to do help ) હોવાની પણ વાત કરી હતી.
આ પણ વાંચો- Jitu Vaghani on Ukraine: ગુજરાતના 3,000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છેઃ જિતુ વાઘાણી
ભારતીય દૂતાવાસ બન્યું લાચાર
રશિયા અને યુક્રેન વચ્ચેની (Russia Ukraine War) લડાઈ વચ્ચે લોકો પીસાઈ રહ્યા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યના (Indians trapped in Ukraine) વિદ્યાર્થીઓ ફસાયાં છે. પડતા પર પાટું હોય એમ તમામ એર લાઈન્સે ભાડામાં ધરખમ વધારો કરી દીધો છે. જે ટિકિટની કિંમત 45,000 રૂપિયા હતી. તેની કિંમત હવે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ભારતીય દૂતાવાસમાં મદદ માટે ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે, તમારી પાસે 48 કલાક છે પૈસાની વ્યવસ્થા કરો અને ટિકિટ બૂક કરીને નીકળો ત્યાર બાદ અમારી કોઈ જવાબદારી નહીં રહે.