ભરૂચ: જિલ્લા પોલીસ અધિક્ષક(District Superintendent of Police) ડો.લીના પાટીલ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલી હતી. જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં(Bharuch C Division Police Station) સાયકલ ચોરીના દાખલ થયેલા ગુન્હાઓ(Crimes of bicycle theft) તાત્કાલિક શોધી કાઢવા સુચના મળેલી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી ઉનડકટ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચો: ઘણી વખત ચોરાઈ રહ્યા હતા ઈકો કારના સાયલેન્સર, ક્રાઈમબ્રાન્ચે એકસાથે ઉકેલ્યા 32 ગુના
ફુટેજના આધારે આરોપી પોલીસની પકડમાં - જેમાં બનાવ વાળી જગ્યા તથા રાજ્ય સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ VISHWAS પ્રોજેકટના CCTV કેમેરાની મદદથી આરોપીના ફૂટેજ મેળવેલા હતા. પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ દરમિયાન સી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં(Police staff on patrol) હતો. તે દરમિયાન બાતમીદારોથી બાતમી મળેલી કે ફુટેજમાં દેખાતો વ્યક્તિ હાલ તુલસીધામથી ઝાડેશ્વર તરફ આરોપી સાયકલ લઈ જઈ રહ્યો હતો.
આ પણ વાંચો: ચોરી પે સીના જોરી : HCના આદેશને પણ અવગણીને APMC કરી રહી છે બાંધકામ, PILમાં થયા ખુલાસા
આર્થિક ફાયદા માટે સાયકલોની ચોરી કર્યાનું સોમે આવ્યું - જેથી સાયકલ પર આવેલા આરીફ અલ્લીમીયા શેખને રોકી સઘન પૂછપરછ કરી હતી. તે પોતાના આર્થિક ફાયદા માટે સાયકલોની ચોરી કરી નબીપુરમાં રહેતા દિન મહોમ્મદ સલીમ મલેકને આપતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસ કરતા સહ આરોપી પાસેથી અન્ય 34 સાયકલ કબ્જે કરી હતી. જેમાં કુલ 35 બ્રાન્ડેડ મોંઘી સાયકલો(Branded expensive bicycles) તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા 2,01,500ના મુદ્દા માલ સાથે બન્ને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.