ETV Bharat / state

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ, 9 ટ્રસ્ટીઓની ધરપકડ - Bharuch Patel Welfare Covid Hospital fire

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે 1લી મેની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિઓ જીવતા ભુંજાય ગયા હતા. જેમાં ભરૂચ પોલીસે તપાસ શરૂ કરતા હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે.

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ, 9 ટ્રસ્ટીઓની ધરપકડ

author img

By

Published : May 23, 2021, 11:50 AM IST

  • અગ્નીકાંડમાં 18 લોકોના મોત નિપજ્યા હતા
  • ભરૂચ શહેર બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી
  • કોવિડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી

ભરૂચઃ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે 1લી મેની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિઓ જીવતા ભુંજાય ગયા હતા. આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે IAS અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ, 9 ટ્રસ્ટીઓની ધરપકડ
ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ, 9 ટ્રસ્ટીઓની ધરપકડ

આ પણ વાંચોઃ સુરતના વેસુ વિસ્તારમાં લાગી આગ

પોલીસ દ્વારા હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે

હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદકારી દાખવવા બદલ IPC 304, 337, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ભરૂચ પોલીસ દ્વારા હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલિસ જ જાતે બની હતી ફરિયાદી

ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય

બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી

સંચાલકોએ તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા. જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા. આ ગુનામાં 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.