ભરૂચઃ કોરોના સામેની લડાઈમાં મહત્વનો ભાગ ભજવનાર ભરૂચ સિવિલ હોસ્પિટલ સીલ કરી દેવાતા ખળભળાટ મચી ગયો છે. સિવિલ હોસ્પિટલના સાત આરોગ્ય કર્મીઓનો કોરોના વાઇરસ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ આ નિર્ણય લીધો છે.
ભરૂચ શહેરની મધ્યમાં આવેલી અને જિલ્લાની સોથી મોટી હોસ્પિટલ ભરૂચમાં છે. જે કોરોના વાઇરસથી ઇનફેકટેડ થઇ ગઈ છે. જેના પગલે તે હોસ્પિટલ જ સીલ કરી દેવામાં આવી છે.
હોસ્પિટલમાં લોકોની આવન જાવન પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસના શંકાસ્પદ કેસના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. આ દરમિયાન દર્દીઓના સંપર્કમાં આવેલા આરોગ્યક ર્મીઓને પણ કોરોનાનો ચેપ લાગતા સાત જેટલા આરોગ્ય કર્મીઓના કોરોના વાઇરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો સિવિલ હોસ્પિટલનાં મોટાભાગના કર્મીઓના રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી.સેવા સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામ આવી છે. આવતા એક સપ્તાહ સુધી સિવિલ હોસ્પિટલ સીલ રહેશે, તો સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 200થી વધુ આરોગ્ય કર્મીઓના કોરોના વાઇરસના ટેસ્ટ પણ કરાવવામાં આવશે, તો બીજી તરફ હવેથી શંકાસ્પદ કોરોના દર્દીઓના ટેસ્ટ પણ અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં જ કરાશે.