ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 400 પર પહોંચ્યો

ભરૂચ જિલ્લામાં ગુરૂવારે કોરોના પોઝિટિવના વધુ 19 કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 400એ પહોંચ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં 100 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV bharat
ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 400 પર પહોંચ્યો
author img

By

Published : Jul 9, 2020, 6:59 PM IST

ભરૂચ: શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ગુરુવારે વધુ 19 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં ગતરોજ 29 પોઝિટિવ કેસ સાથે નોધાયા હતા. ગુરુવારે 19 કેસ નોધાયા છે. જેમાં ભરૂચમાં 3, આમોદમાં 3, અંકલેશ્વરમાં 4, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 2, અને હાંસોટમાં કોરોના વાઇરસના 5 પોઝિટિવ કેસ નોધાયા છે. જેથી આ સાથેજ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 400 પર પહોચી છે.

9 દર્દીઓ સાજા થતા તેમને ગુરુવારે રજા આપવામાં આવી છે. જયારે અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે 15 દર્દીના મોત થયા છે. તો 203 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 182 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.