- જંબુસર સરકારી હોસ્પિટલના તબીબ પર કર્યો ગંભીર આક્ષેપ
- સાંસદને કોઈએ ગેરમાર્ગે દોર્યા હોવાનું લાગે છે: તબીબ
- વડોદરા ઝોનમાં સૌથી સારી કામગીરી જંબુસર સરકારી હોસ્પિટલમાં થાય છે
ભરૂચઃ ETV Bharat દ્વારા જંબુસર સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડટ ડો. એ.એ.લોહાણીનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે, વડોદરાની જે ખાનગી હોસ્પિટલ છે, એ તેમના સાળા સંચાલન કરે છે. એમાં તેઓનું કોઈ યોગદાન નથી. સાંસદ મનસુખ વસાવાને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. બાકી વડોદરા ઝોનમાં સૌથી સારી કામગીરી જંબુસર સરકારી હોસ્પિટલમાં થાય છે.
આ પણ વાંચોઃ મોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ
જંબુસર સરકારી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર શરૂ કરવામાં આવે
પત્રમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, જંબુસરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પોતાની ખાનગી સ્નેપ હોસ્પિટલ વડોદરા ખાતે ચલાવે છે. આ ડોક્ટરને સરકારી હોસ્પિટલ ચલાવવામાં રસ નથી, પરંતું ખાનગી હોસ્પિટલ ચલાવવામાં રસ છે. જંબુસર સરકારી હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર ચાલુ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે.