ભરૂચ શહેર અને જિલ્લામાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ભરૂચમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી પર સ્થિર થઇ ગયો હતો. જો કે, ઉત્તર ભારતમાં થઇ રહે હિમ વર્ષાના પગલે તાપમાનનો પારો 2 ડિગ્રી ગગડીને સીધો 12 ડિગ્રી નોધાયો હતો.
ભરૂચમાં તાપમાન સિઝનનું સોથી નીચું તપામાન છે. ઉત્તર પૂર્વીય દિશામાંથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. આવનારા દિવસોમાં ઠંડીનો પારો હજુ 1 થી 2 ડિગ્રી ગગડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.