સાઉથ આફ્રિકામાં ભરૂચના યુવકની ગોળીમારીને હત્યા શુક્રવારે જુમ્માની નમાઝ પઢવા માટે જાવેદ દુકાનેથી ઘરે આવા નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં એમના સ્ટાફ મિત્રોને ડ્રોપ કરી તે એના ઘરના આંગણે પહોંચ્યા હતો ત્યારે એમની કારનો પીછો કરી લૂંટના ઇરાદે આવેલા ૩થી ૪ લૂંટારાઓને જાવેદ તરફ ગન કાઢી રહ્યા છે. શખ્સોએ જાવેદ પર ૪ રાઉન્ડ ફાયરિંગ જાવેદ પર કરતા ૨ ગોળીઓ પેટના ભાગે વાગતા જાવેદ ઘરના આંગણે જ જમીન પર ઢળી પડ્યો હતો. ફાયરિંગનો આવાજ સાંભળી લોકો ઘટના સ્થળે એકત્રિત થાય હતા. લોકોએ જાવેદને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડતા ત્યાં હાજર ડોકટરોએ જાવેદને મૃત જાહેર કર્યો હતો.
અવારનવાર સાઉથ આફ્રિકામાં ક્રાઇમની વધતી ઘટનાઓને લઈ ભરૂચ જિલ્લાના સાઉથ આફ્રિકામાં વસતા ભારતીયોની સુરક્ષાને લઇને પરિવારજનો ચિંતિત રહેતા હોય છે. ભારત સરકાર સાઉથ આફ્રિકામાં વસતા ભારતીયોની સુરક્ષાને લઈને સાઉથ આફ્રિકન સરકારનો સંપર્ક કરી હરકતમાં આવે એવી ત્યાં વસેલા ભારતીયો અને એમના ભારતમાં વસતા પરિવારજનોની દ્વારા ઉગ્ર માગ કરાઇ રહી છે.
.