ભરુચ : સરકારી પોલિટેકનિક કોલેજોના અધ્યાપક-પ્રાધ્યાપકો આજકાલ સાતમાં પગારપંચની માગણીને લઇને વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. ભરૂચની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના પ્રાધ્યાપકોએ ૭માં પગારપંચના વિવિધ લાભ આપવાની માગ સાથે કાળા વસ્ત્રો પરિધાન કરી વિરોધ નોધાવ્યો હતો રાજ્યની વિવિધ પોલિટેકનિક કોલેજમાં અભ્યાસકાર્ય કરાવતા પ્રાધ્યાપકો દ્વારા સાતમાં પગારપંચના વિવિધ લાભ માટે છેલ્લાં ઘણા સમયથી આંદોલન ચલ્વવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભરૂચની ગવર્મેન્ટ એન્જીનિયરિંગ કોલેજ રાજપીપળાના પ્રાધ્યાપકો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રાધ્યાપકોએ કાળા વસ્ત્રો પરિધાન કરી વિરોધ નોધાવ્યો હતો અને તેઓને સાતમાં પગારપંચના લાભ આપવાની માગ કરી હતી. પ્રાધ્યાપકો દ્વારા કાળા વસ્ત્રો સાથે જ શિક્ષણ કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું