ભરૂચ જીલ્લાના ઓદ્યોગિક એકમોમાં કામદારો સાથે અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ફેડરેશન ઓફ લેબર દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચ ફેડરેશન ઓફ લેબર સંસ્થા દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીકથી રેલી કાઢવામાં આવી હતી. જે સ્ટેશન રોડ, સિવિલ હોસ્પિટલ રોડ થઇ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર અને ઝઘડીયા જેવી ત્રણ મોટી ઓદ્યોગિક વસાહત આવેલી છે. જેમાં કામ કરતા કામદારોને ઉદ્યોગગૃહ દ્વારા અન્યાય કરવામાં આવે છે. તેમજ કામદારોનું શોષણ થાય છે. બીજી તરફ તેઓની સલામતી માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. તેમજ ઓદ્યોગિક અકસ્માત સમયે જીવ ગુમાવવાનો વારો આવે છે. ઉદ્યોગોમાં સ્થાનિક બેરોજગારોને પ્રાથમિકતા આપવી, ઉદ્યોગોમાં કામદારોની સલામતી માટે કમિટીની રચના કરવી સહિતની માંગ કરવામાં આવી હતી.