તાપીઃ તાપી જિલ્લાના એક આદિવાસી સમાજના હાઈ એજ્યુકેટેડ યુવા ખેડૂતે વડોદરામાં બી.ઇ. કોમ્પ્યુટરનો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ નોકરી કરવાનું પસંદ ન કરી પોતાના વતન માં ખેતી કરવાનું પસંદ કર્યું અને "વેલ્થ તો મળે પણ હેલ્થ ન મળે" એવી ભાવના સાથે પ્રાકૃતિક રીતે સિડલેસ લેમનનો પાક માત્ર એક એકર જમીનમાં કરી આજે વર્ષે સારીએવી આવક મહિને મેળવી રહ્યા છે.
બારે માસ પાક લો અને કરો કમાણી
સિડલેસ લેમન બારેમાસ પકતો પાક છે. યુવા ખેડૂતે પોતાની નાની જમીનમાં લેમન સાથે આંતર પાક તરીકે શાકભાજી, કઠોળનું પણ ઉત્પાદન મેળવી વધારાની આવક મેળવે છે. સાથે સિડલેસ લેમનને મુંબઈ સહિત રિટેલ બજારમાં વેચવાની સાથે તેમાંથી અથાણું પણ બનાવે છે. યુવા ખેડૂતે અન્ય પાંચ જેટલા વ્યક્તિઓને પણ રોજગારી પુરી પાડી જિલ્લામાં સિડલેસ લેમન ઉઘવતો પહેલો સફળ ખેડૂત બન્યો છે. હવે આ કાળા માથાના માનવીએ વધુ એક ડગલું આગળ વધીને લેમન પાવડર બનાવાની તજવીજ હાથ ધરી મૂલ્ય વર્ધિત આવક મેળવી નાની જમીમાં કઈ રીતે પોતાની સૂઝબૂઝથી ખેતી કરી વધુ આવક મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ સિડલેસ લેમન મુખ્યત્વે મહેસાણા, આણંદ, ગાંધીનગર અમદાવાદ, જેવા જિલ્લાઓમાં મુખ્યત્વે કરવામાં આવે છે પરંતું આ યુવા ખેડૂત સિડલેસ લેમનદ્વારા લીંબુનું અથાણું અને સિડલેસ લેમનમાં બિયા ન હોવાથી અને તેની સાઈઝ મોટી હોવાથી તેના છોતરાં જાડા હોય છે. નાનકડા ખેતરમાં અન્ય બાગાયતી પાકો જેમકે કેળા, આંબો, લીલી અડદ, સરગવો જેવા પાકો ને પ્રાકૃતિક રીતે ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છે.
યુવા ખેડૂત પ્રતિક ચૌધરીએ જણાવ્યું હતું કે, હું અહીં સિડલેસ લેમનની ખેતી કરું છું અને મેં આ લીંબુ એટલા માટે પસંદ કર્યા છે કે આના થકી બારેમાસ આવક મળતી રહે છે અને એનું જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો હજુ વધારે આવક મળી શકે છે. હાલમાં તો હું અત્યારે મુંબઈ જેવી મેટ્રો સિટીમાં આ લીંબુ પહોંચાડું છું અને તે સિવાય લોકલ માર્કેટમાં પણ પહોંચાડું છું. જેના થકી મને વાર્ષિક ત્રણથી ચાર લાખની આવક થઈ જાય છે અને હું આનું હજુ મૂલ્યવર્ધન વિચારું તો હું લીંબુનો પાવડર બનાવવાનો છું. એ પાવડર આપણે એક્સપોર્ટ કરીએ અથવા તો અહીં પણ લોકલમાં પણ ફાર્મા ક્ષેત્રે, બેક્રિસ વગેરેમાં આ બધાનો ઉપયોગ થતો હોય છે તો એનું જો તમે સેલિંગ કરો તો ઘણી સારી આવક મેળવી શકો છો.