ETV Bharat / state

ગુજરાતની બીજા ક્રમની હોસ્પિટલમાં આવી ઘટના! જામનગરમાં દર્દીને સ્ટ્રેચર પર લઈ જતા લીફ્ટમાં અટવાયા - STUCK IN ELEVATOR

જી જી હોસ્પિટલમાં દર્દી લીફ્ટમાં ફસાયા...લિફ્ટ મેન ગેરહાજર...લેવાયા પગલા...

જી જી હોસ્પિટલમાં દર્દી લીફ્ટમાં ફસાયા
જી જી હોસ્પિટલમાં દર્દી લીફ્ટમાં ફસાયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 9:22 PM IST

જામનગરઃ જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીઓ લિફ્ટમાં ફસાયા હતા. હોસ્પિટલમાં ચાલું લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા દર્દીઓ અટવાયા હતા. હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જતી વખતે લિફ્ટ બંધ થઈ જતાં લોકો અટવાયા હતા. દર્દીના સગાએ અન્ય લોકોને મદદ માટે બોલાવ્યા હતા. જોકે આ ઘટના સમયે કોઈ મદદે ન આવતા હોબાળો મચ્યો હતો.

જી જી હોસ્પિટલમાં લીફટમાં ફસાયેલા દર્દીના બનાવ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વાયરલ વીડિયો અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, લીફટમેન ફરજ પર હાજર ના હતા. જેને લઈને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, અને ખુલાસો પુછવામાં આવ્યો છે. જો ફરી આવું બનશે તો નોકરીમાંથી છૂટા કરવા સુધીના પગલા લેવાઈ શકે છે. હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટે કબુલ્યું કે, ગંભીર બાબત છે, જેને ધ્યાનમાં લઈ કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે.

દર્દી લીફ્ટમાં ફસાયા, શું કહેશો તમે? (ETV Bharat Gujarat)

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સૌરાષ્ટ્રના પહેલા નંબરની અને ગુજરાતના બીજા નંબરની સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ છે. જેને લઈને આરોગ્ય વિભાગે પણ સતર્ક થવાની જરૂર છે. આવી ઘટનાઓ હોસ્પિટલ તંત્ર માટે શરમજનક છે જેથી આગામી સમયમાં હોસ્પિટલમાં આવા પ્રકારની ઘટનાઓ ના બને અને કોઈ દર્દીનો જીવ જોખમમાં ના મુકાય તે માટે થઈને વિશેષ કાળજી સાથે કાર્યવાહી કરવાની જરૂર ઊભી થઈ છે. હોસ્પિટલમાં આવા પ્રકારની સુવિધાઓમાં રેગ્યુલર સર્વિસની કામગીરી થાય તેવી માગ ઉઠી છે.

  1. "પરિવાર તેને ભેટીને રડી પડ્યો": અમદાવાદ પોલીસે કર્યું કાંઈક એવું કે દિલ જીતી લીધા
  2. VIDEO: 'રૂપિયાથી મહોબ્બત છે, અમને મામુ બનાવે છે', અધિકારી પર નોટોનો વરસાદ કરીને લોકોએ ઉધડો લીધો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.