મુંબઈ: ITC હોટેલ્સે તેની નિયમનકારી ફાઇલિંગ મુજબ આજે બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં પોતાની શરુઆત કરી હતી. આ શેર BSE પર રૂ. 188 અને NSE પર રૂ. 180ના ભાવે લિસ્ટેડ થયા હતા.
ITC હોટેલ્સ, જે મેમેન્ટોસ, વેલકમહોટેલ, સ્ટોરી, ફોર્ચ્યુન અને વેલકમ હેરિટેજ અને ITC હોટેલ્સ જેવી 6 અલગ અલગ બ્રાન્ડ્સ ચલાવે છે. ITC હોટેલ્સના લિસ્ટિંગ પછી ITC શેરધારકોના મૂલ્યમાં કોઈ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા નથી, કારણ કે, હોલ્ડિંગ કંપનીના ડિસ્કાઉન્ટ અનુસાર ITCની કિંમત ગોઠવવામાં આવશે. પરંતુ વિશ્લેષકો ITCની સંભાવનાઓને લઈને હકારાત્મક છે.
FMCG કંપની ITC લિમિટેડથી અલગ થયેલ હોટેલ બિઝનેસ, ITC હોટેલ્સના શેરનો કારોબાર આજથી સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થશે. ITC હોટેલ્સના વ્યવસાયનું વિભાજન 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું છે, જેનાથી ITC હોટેલ્સને સ્વતંત્ર રીતે લિસ્ટેડ કરવાની મંજૂરી મળી છે.
એક નિયમનકારી ફાઇલિંગમાં, ITCએ પુષ્ટિ આપી છે કે, ITC હોટેલ્સને તેના ઇક્વિટી શેરના લિસ્ટિંગ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને તરફથી મંજૂરી મળી ગઈ છે. ITC શેરધારકોને રેકોર્ડ ડેટ 6 જાન્યુઆરી, 2025 ના રોજ તેમના દ્વારા રાખવામાં આવેલા દરેક 10 શેર માટે ITC હોટેલ્સનો એક શેર મળશે.
આ પણ વાંચો: