મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના મુંબઈમાં ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસેલા અને અભિનેતા પર હુમલો કરનાર આરોપીનો ચહેરો આખરે બહાર આવ્યો છે. તપાસ દરમિયાન, પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં તેઓએ તે વ્યક્તિની ઓળખ ચોર તરીકે કરી હતી. પોલીસને મળેલા ફૂટેજમાં ચોર ધીમે પગે સીડીઓ ઉતરતો જોવા મળે છે. પોલીસ હવે તેને પકડવાના પ્રયાસ કરી રહી છે.
પોલીસે સીસીટીવી તપાસ્યા હતા
પોલીસે મેળવેલા CCTV ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને હવે આ તસવીર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. તે ગુરુવારે સવારે 2:33 વાગ્યે બિલ્ડિંગની સીડીઓ પરથી ઉતરતો જોવા મળે છે. આરોપી દેખાવે નાનો દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં આરોપી બિલ્ડીંગની સીડીઓ ઉતરતો જોવા મળે છે. પોલીસ તેની ઓળખ કરી તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
VIDEO | Attack on Saif Ali Khan: CCTV footage shows the alleged attacker fleeing the building through staircase.
— Press Trust of India (@PTI_News) January 16, 2025
(Source: Third Party)#SaifAliKhanInjured pic.twitter.com/VHpAenxFdu
આરોપી ફરાર છે
પોલીસે જણાવ્યું કે, હુમલાખોર ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો. તે ફાયર એક્ઝિટ સીડીનો ઉપયોગ કરીને ઘરમાં પ્રવેશ્યો હતો. હાલ આરોપી ફરાર છે, પરંતુ પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ આરોપી પોલીસ કસ્ટડીમાં આવશે.
પોલીસ પૂછપરછ કરી રહી છે
મુંબઈ પોલીસે કહ્યું કે, સૈફ અલી ખાનના ઘરમાં કામ કરતા દરેક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી કોઈ પુરાવા મળી શકે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસેલા ચોરે તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેના કારણે અભિનેતાના શરીર પર છ જગ્યાએ ઘા થયા હતા. જે બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. અભિનેતાની ટીમે કહ્યું કે તે હવે ખતરાની બહાર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ સાથે તેની સફળ સર્જરી પણ કરવામાં આવી છે.
સૈફ અલી ખાનના ઘરમાં બનેલી આ ઘટનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. કારણ કે બાંદ્રા જેવા પોશ વિસ્તારમાં આવી ઘટના બને તે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ કારણે બોલિવૂડથી લઈને સાઉથ સુધીના સ્ટાર્સે સૈફ સાથે થયેલા અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કેટલાક સ્ટાર્સે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા.