ETV Bharat / state

Bharuch Crime : ભરૂચના આદિલે હિન્દુ નામ ધારણ કરી યુવતી પ્રેમજાળમાં ફસાવી ખરી પણ...છેવટે ધરપકડ - હિન્દુ યુવતી

ભરૂચના ચાવજ ગામે રહેતા એક અન્ય સમુદાયના યુવક આદિલ અબ્દુલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર હિન્દુ નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવવાનું તેમ જ અપકૃત્ય કરવાની ફરિયાદ સામે આવી છે. આરોપી યુવકે હિન્દુ નામનું આઈડી બનાવી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક અડપલાં અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યુ હતું.

Bharuch Crime : ભરૂચના આદિલે હિન્દુ નામ ધારણ કરી યુવતી પ્રેમજાળમાં ફસાવી ખરી પણ...છેવટે ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 9:21 PM IST

યુવક આદિલ અબ્દુલ પટેલની ધરપકડ

ભરૂચ : ભરૂચના ચાવજ ગામના અન્ય સમુદાયના યુવકની ષડયંત્રયુક્ત પ્રેમકહાનીનો કિસ્સો સામે આવ્યો છે. આદિલ પટેલે સોશિયલ મીડિયા પર આર્ય પટેલ ઉપર બન્યો અને ફસાવી હતી. 50000 રૂપિયા આપ નહીં તો તારી ઓફિસમાં જ આવીને પેટ્રોલ નાખીને સળગી જઈશ ધમકીનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આરોપી આદિલ પટેલ સામે દુષ્કર્મ છેડતી ખંડણી જાનથી મારી નાખવા સહિતની ધમકીની ફરિયાદમાં માતાપિતા પણ આરોપી બન્યા છે. સમગ્ર મામલે અન્ય સમુદાયના યુવકની પોલીસે ધરપકડ કરી છે.

ભરૂચ તાલુકાના ચાવજ ગામના એક યુવક નામે આદિલ અબ્દુલ પટેલ દ્વારા ચાર વર્ષ અગાઉ સોશિયલ મીડિયા ઉપર હિન્દુ નામ રાખીને એક આઇડી બનાવેલી. એ સમય દરમિયાન એક હિંદુ યુવતી સાથે મિત્રતા કેળવીને ચાર વર્ષ દરમિયાન તેની સાથે અલગ અલગ જગ્યાએ જઈને શારીરિક અડપલાં અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યા હતાં. આ યુવતીને થોડા દિવસો પહેલા જ આદિલ પટેલ નામનો યુવક કે જે હિન્દુ નથી અને મુસ્લિમ છે જેનું સાચું નામ આદિલ અબ્દુલ પટેલ છે તે જાણવા મળેલું હતું. આ ઘટનાને લઈને હિન્દુ યુવતી દ્વારા આદિલ અબ્દુલ પટેલના ઘરે જઈને તેના માબાપને જાણ કરેલી અને તેના મા બાપ દ્વારા પણ આ યુવતીને ધાકધમકી આપીને ઘરેથી જવા જણાવેલ. આમ થતાં યુવતી દ્વારા ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે યુવક આદિલ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે ગણતરીના દિવસોમાં જ આદિલ અબ્દુલ પટેલ નામના 25 વર્ષના યુવકની ધરપકડ કરી જેલને હવાલે કર્યો હતો....સી. કે. પટેલ ( ડીવાયએસપી )

સોશિયલ મીડિયા પર વાયરલ : ગત શુક્રવારે યુવકને અસલી ચહેરો સામે આવી ગયો હતો કે તે હિન્દુ યુવતીને દબાવવાના પ્રયાસ કરતો હતો પરંતુ હિન્દુ યુવતીે પણ યુવકને ભારે પડી ગઈ હતી. યુવતી યુવકના ઘરે પહોંચી ગઇ હતી અને ખોટી ઓળખ આપી હોવાનું માની ઘરમાં જ લાફાવાળી કરી મોટો હંગામો કર્યો હતો. જેના કારણે સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

હિન્દુ નામથી છળ : ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના ચાવજ ગામે અન્ય સમુદાયના યુવકે પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વારંવાર ખંડણી માંગતા આખરે અન્ય સમુદાયના યુવકનો ભાંડો તેણીની પત્નીએ જ ખોલી નાખતા આખરે પતિ ન રહ્યો ઘરનો અને ન રહ્યો ઘાટનો. ભરૂચ તાલુકા પોલીસની કસ્ટડીમાં આવી ગયો અને તેના પર ગંભીર પ્રકારનો ગુનો દાખલકરી પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.

પીડિતાએ ફરિયાદ નોંધાવી : ભરૂચ રૂરલ પોલીસ મથકમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતથી ઈન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી ઉપરથી એક યુવક સાથે સંપર્ક થયો હતો. સોશિયલ મીડિયા ઉપર જ વાતચીત ચાલી રહી હતી અને જે યુવક આર્ય પટેલ તરીકે ઈન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદીને આપી હતી અને બંને વચ્ચે મિત્રતા કેળવી હતી. બંને હિંદુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી હિન્દુ યુવતી ફરિયાદી સાથે સતત ભરૂચ જિલ્લાના તમામ અલગ અલગ મંદિરોમાં પણ પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતાં અને હિન્દુ તરીકે જ યુવતી સાથે રહેતો હતો અને હિન્દુ તરીકેની ઓળખ ઊભી કરી અન્ય સમુદાયનો યુવક ફરિયાદીના ઘરે લગ્નનું માંગુ લઈને પણ પહોંચ્યો હતો.

યુવકની પત્ની દ્વારા જ ભાંડો ફૂટ્યો : એકાદ માસ અગાઉ સોશિયલ મીડિયા ઉપર એક આઈડી ઉપરથી ફરિયાદી ઉપર મેસેજ ગયા હતા અને જે આઈડી ઉપરથી મેસેજ ગયા હતા તેની પ્રોફાઇલમાં આર્ય પટેલ તરીકે ફરિયાદી સાથે મિત્રતા કેળવનાર અંગે આઇડી ઉપરથી મેસેજ આવ્યો હતો. તેની સાથે વાત કરતા પ્રોફાઈલમાં જે ફોટો છે તે આર્ય પટેલ છે તો ફરિયાદીએ કહ્યું તમે કેવી રીતે ઓળખો ત્યારે પત્નીની આઈડી ઉપરથી જ ફરિયાદીને જવાબ મળ્યો કે આ મારો પતિ છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ છે. થોડા સમય માટે ફરિયાદીના પગ તળેની જમીન ખસી ગઈ હોવાનો અનુભવ થયો હતો. આ સમગ્ર વાતને લઈ ફરિયાદીએ આર્ય પટેલ તરીકે ઓળખ આપનાર આદિલ પટેલને ફોન કરતા તેણે ફરિયાદી સમક્ષ માફી માંગતો એક વિડીયો ઉઠકબેઠક કરતો બનાવી ફરિયાદીને મનાવવાના પ્રયાસ કર્યા હતા અને ત્યારબાદ પણ સતત ખોટી ઓળખ આપનારે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતા આખરે ફરિયાદી પણ પોલીસના દ્વારે પહોંચી હતી.

50,000ની માંગણી કરી : ખોટી ઓળખ આપી ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવનારે મોટર સાયકલ ખરીદવા માટે 50,000 ની માંગણી પણ કરી હતી. પરંતુ ફરિયાદીએ તેનો અસલી ચહેરો સામે આવી જતા રૂપિયા આપવાની ના પાડી હતી. જેના કારણે આરોપી આદિલ અબ્દુલ પટેલ કે જેણે ફરિયાદીને આર્ય પટેલ તરીકે ઓળખ આપી હતી તેણે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને 50000 રૂપિયા નહીં આપે તો તું જ્યાં નોકરી કરે છે ત્યાં આવી હું જીવતો સળગી જઈશ અને આ સમગ્ર ઓડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

યુવકની માતાએ પણ દબડાવી : સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યા બાદ ફરિયાદી સાથે ખોટી ઓળખ આપનાર સાથે ફોન પર વાત થતી હતી અને તે દરમિયાન ફરિયાદી સાથે તેની માતાએ પણ માફી માગી હતી અને આવું ચાલ્યા કરે તેમ કહી ફરિયાદીને દબડાવવાના પ્રયાસ કર્યા હતા. વાત પત્યા બાદ આરોપી તરફે ફોન કટ કરવાનો રહી જતા ફોન ચાલુ રહ્યો હતો અને આરોપી આદિલ પટેલ પણ અભદ્ર ગાળો ભાંડી રહ્યો હોય અને તેને બચાવવા માટે તેની માતાએ સુધારવાના પ્રયાસ કરવાના બદલે વિવિધ તાલુકાઓમાં કે ગામોમાં ભુવા જાગરીયા કરવાની સલાહ આપી હતી.

મંદિરોમાં જઇ ફોટો પણ પડાવ્યાં : આદિલ અબ્દુલ પટેલ અન્ય સમુદાયનો યુવક હોવા છતાં તેણે પોતાની ઓળખ છુપાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી સોશિયલ મીડિયા ઉપર આર્ય પટેલ તરીકેની આઈડી બનાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોય અડપલા કર્યા હોય ખંડણી માંગી હોય તેવા ગંભીર પ્રકારના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઇ છે અને હિન્દુ તરીકે ઓળખ આપી યુવતી સાથે વિવિધ મંદિરો જેવા કે ભરૂચનું સુપ્રસિદ્ધ ઓસારા મંદિર, પાવાગઢ, કાવી કંબોઈનું સ્તંભેશ્વર મંદિર અનેક મંદિરોમાં પણ યુવતી સાથે ફોટા પડાવ્યા હોવાના ફોટા પણ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પત્નીએ બનાવેલા આઈડી પર ભાંડો ફૂટ્યો : સોશિયલ મીડિયા ઉપર યુવકની પત્નીએ પતિના કારણે ખોલવા માટે સેમ નામની એક આઈડી બનાવી હતી અને આ આઈડી ઉપરથી પતિ એક યુવતી સાથે પ્રેમજાળમાં હોય તેના આધારે તે યુવતીને મેસેજ કર્યા હતાં. તેમાં પ્રોફાઈલ પણ આદિલ અબ્દુલ પટેલ અને તેની પત્નીનો મૂકવામાં આવ્યો હતો. જેના કારણે હિંદુ યુવતી આ ફોટો જોઈને અચંબામાં મુકાઈ ગઈ હતી અને તપાસ કરતા આખરે જે હિન્દુ તરીકે ઓળખ આપી હિંદુ યુવતી સાથે દુષ્કર્મ અને અડપલા કરતો હતો તેનો ભાંડો ફોડી નાખ્યો હતો. પરંતુ એક પત્નીએ તેના પતિની કરતૂત બહાર લાવવામાં નિમિત્ત બની ગઇ હતી.

  1. Ahmedabad Crime : યુવતીને છેડતાં યુવકને લોકોએ માર માર્યો, પોલીસે બચાવ્યો બાદમાં થયો મોટો ઘટસ્ફોટ
  2. Dholka Rape Crime : નરાધમે 15 વર્ષીય સગીરાની એકલતાનો લાભ લીધો, ઘરમાં ઘુસીને કર્યો રેપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.