ભરૂચ: લોકડાઉનના કડક અમલવારી થાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ બિન જરૂરી બહાર નીકળતા લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભરૂચ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાનો ભંગ કરનાર કુલ 76 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં સૌથી ભરૂચ એ ડિવિઝનમાં-20, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં-13, અંકલેશ્વર શહેરમાં-8 અને ભરૂચ બી ડિવિઝનમાં-7, આમોદમાં-5, ભરૂચ સી ડિવિઝનમાં-4, રાજપારડીમાં-4 હાંસોટમાં-2, ઝઘડિયામાં-2, ભરૂચ તાલુકામાં-1, પાલેજમાં-1, ઉમલ્લામાં-1 મળી કુલ 76 લોકો સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધાયો છે.