ETV Bharat / state

ભરૂચમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, કોંગી અગ્રણીઓને નજરકેદ કરી લેવાયા - bharat bandh response in bharuch

ભરૂચમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ભરૂચ તાલુકાના બે પૈકી મહમદપુરા APMC સજ્જડ બંધ રહ્યું જયારે વડદલા APMC ખાતે રાબેતા મુજબ કામકાજ થતું નજરે પડ્યું હતું, જ્યારે દહેજ રોડ ઉપર ટાયર સળગાવી ચક્કાજામના પ્રયાસ પણ થયા હતા.

ભરૂચમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, કોંગી અગ્રણીઓને નજરકેદ કરી લેવાયા

author img

By

Published : Dec 8, 2020, 3:06 PM IST

Updated : Dec 8, 2020, 3:45 PM IST

  • ભરૂચમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
  • દહેજ રોડ પર ટાયર સળગાવી ચક્કાજામનો પ્રયાસ કરાયો
  • કોંગ્રેસના આગેવાનોની અટકાયત
    ભરૂચમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, કોંગી અગ્રણીઓને નજરકેદ કરી લેવાયા

ભરૂચ: ભરૂચમાં ભારત બંધના એલાનને લઇને લોકો દ્વારા મિશ્ર પ્રતિસાદ આપવામાં આવ્યો છે. કોંગ્રેસને સમર્થન આપનારા ખેડૂતો અને વેપારીઓ બંધને ટેકો આપી રહ્યા છે. જ્યારે ભાજપને સમર્થન આપનારા લોકો બંધને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભરૂચમાં મહમદપુરા APMC માર્કેટ અને અંકલેશ્વર APMC માર્કેટ બંધ રહ્યું હતું. આ માર્કેટમાં કોઈ ચહલ-પહલ નજરે પડી ન હતી તો વડદલા APMC રાબેતા મુજબ ચાલુ રહી હતી.

દહેજ રોડ પર ટાયર સળગાવાયા

કેટલાક આંદોલકારીઓએ બંધ દરમ્યાન ભરૂચ-દહેજ રોડ ઉપર ચક્કાજામ કરવાના પ્રયાસો કર્યા હતા. તેમજ રસ્તા ઉપર ટાયર સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે કાર્યવાહી કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ઉપરાંત વહેલી સવારથી કોંગી અગ્રણીઓને પણ નજરકેદ કરી લેવાયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, સલીમ પટેલ અને તેજપ્રીત સોખી સહીતના કોંગી અગ્રણીઓ દુકાનો બંધ કરાવવા ન નીકળે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

Last Updated : Dec 8, 2020, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.