ETV Bharat / state

ભરૂચના જાણીતા તબીબ અસલમ જહાં બ્લેકમેલિંગનો ભોગ બન્યાં - Home guard

ભરુચના જાણીતા તબીબ અસલમ જહાંને તેમના ક્લિનિકમાં કામ કરતી નર્સના પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ખોટા આક્ષેપ કરી બ્લેકમેઇલિંગ કરતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના જાણીતા તબીબ અસલમ જહાં બ્લેકમેલિંગનો ભોગ બન્યાં

author img

By

Published : Mar 12, 2021, 10:42 PM IST

  • ડૉ.અસલમ જહાં સાથે હોમગાર્ડે કર્યું બ્લેકમેઇલિંગ
  • ખોટા આક્ષેપ કરી રૂપિયા પડાવ્યાં
  • ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યાં

ભરુચઃ ભરૂચના વેજલપુરમાં નર્મદા રિવર વ્યુ બંગ્લોઝ ખાતે રહેતાં તબીબ મહંમદ અસલમ મહમદઅલી જહાં પાંચબત્તી ખાતેની નવદીપ શોપિંગ સેન્ટરમાં સિફા નર્સિંગ હોસ્પિટલ ધરાવે છે. જેમાં વહિદા વલવી નામની મહિલાને ટ્રેઇની નર્સ તરીકે નોકરીએ રાખી હતી. દરમિયાન વહિદાનો પતિ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો અનિલ રતિલાલ પરમાર હોસ્પિટલમાં આવી પત્નીના વતી એડવાન્સમાં ઉછીના રુપિયા માગતો હોવા સાથે પગાર વધારો માગતો હતો. નર્સ કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન ન કરતાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જો કે બાદમાં બાદમાં દંપતિએ માફી માગતાં તેને પરત કામે રાખી હતી.

હોમગાર્ડે કારસ્તાન કર્યું

હોમગાર્ડના કારસ્તાન

26 નવેમ્બરે અનિલે તબીબ પર ખોટા આક્ષેપ કરી ઝઘડો કર્યો હતો અને બ્લેકમેઇલિંગ કરી રુપિયા પડાવ્યાં હતાં. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યાં છે. આ અંગે તબીબે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અંકલેશ્વર મર્ડર કેસ: હત્યાના શકમંદ આરોપીનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.