ETV Bharat / state

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત - BHARUCH

ભાજપે ભરૂચ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અલ્પા પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ભરત પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત

author img

By

Published : Mar 17, 2021, 10:49 AM IST

  • ભરૂચ જિલ્લા પંચાયતમાં 26 વર્ષ બાદ ભાજપે સત્તા કબ્જે કરી, પ્રમુખ ઉપ પ્રમુખના નામની જાહેરાત
  • પ્રમુખ તરીકે જંબુસરની કહાનવા બેઠકના અલ્પા પટેલના નામની જાહેરાત
  • ઉપપ્રમુખ તરીકે અંકલેશ્વરની દીવા બેઠકના ભરત પટેલના નામની જાહેરાત

ભરૂચ: ભાજપે ભરૂચ જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે અલ્પા પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે ભરત પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા પંચાયતમાં 26 વર્ષ બાદ ભાજપે સત્તા કબજે કરી

1995માં સ્પષ્ટ બહુમતી બાદ ફરી 26 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાની સુકાન સંભાળી છે. આ 26 વર્ષ દરમિયાન 2010થી 2015 દરમિયાન ભાજપા અને BTPના ગઠબંધન થકી ભાજપાના પ્રમુખ મનહર ગોહિલ અને ઉપપ્રમુખ અનિલભાઈ ભગત BTPમાંથી સત્તા પર બેઠા હતા. આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ 27 બેઠકો ઉપર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત

આ પણ વાંચો: મહુવા નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની આજે ચૂંટણી

ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 3 અને કોંગ્રેસના ફાળે ફક્ત 4 બેઠકો આવી

ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 3 અને કોંગ્રેસના ફાળે ફક્ત 4 બેઠકો આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે મેન્ડેટ જાહેર કર્યા હતા. જેમાં જંબુસરની કહાનવા બેઠક પરથી વિજેતા અલ્પા પટેલ પ્રમુખ તેમજ અંકલેશ્વરની દીવા બેઠકના વિજેતા સભ્ય ભરત પટેલને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં બંને ઉમેદવારોએ પ્રમુખ-ઉપપ્રમુખની દાવેદારી નોંધાવી હતી.

આ પણ વાંચો: સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ

9 તાલુકા પંચાયતમાં ભાજપના સંભવિત પ્રમુખ ઉપપ્રમુખ

  • ભરૂચ તા.પંચાયત- પ્રમુખ મોના પટેલ , ઉપપ્રમુખ મણિ વસાવા
  • અંકલેશ્વર તા.પંચાયત- પ્રમુખ અરવિંદ પટેલ, ઉપપ્રમુખ તૃપ્તિ જાની
  • હાંસોટ તા.પંચાયત- પ્રમુખ ગેમલસિંહ પટેલ, ઉપપ્રમુખ સંગિતા સોલંકી
  • ઝઘડીયા તા.પંચાયત- પ્રમુખ રીના વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ
  • વાલિયા તા.પંચાયત- પ્રમુખ સેવંતુ વસાવા, ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા
  • આમોદ તા.પંચાયત- પ્રમુખ રોનક પટેલ, ઉપપ્રમુખ હેમલતા પરમાર
  • જંબુસર તા.પંચાયત- પ્રમુખ અંજુબહેન સિંધા , ઉપપ્રમુખ સંગિતા પટેલ
  • વાગરા તા.પંચાયત- પ્રમુખ કોમલ મકવાણા, ઉપપ્રમુખ ઈમરાન ભટ્ટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.