- અંકલેશ્વર જીઆઈડીસીની ગેલેક્સી કંપનીમાં આગ
- આગમાં દાઝેલા 4 કામદારોને હોસ્પિટલ ખસેડાયા
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરઃ જીઆઈડીસીની ગેલેક્સી કંપનીના મશીનમાં આગ લાગતા 4 કામદારો દાઝી ગયા હતા. આથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફાયરબ્રિગેડની ટીમ આગ લાગતાના થોડા જ સમયમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગના કારણે કામ કરી રહેલા પારસ માકોડિયા, મહેશ વસાવા, અશ્વિન પાઢવી અને અલ્પેશ ગામિત કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે તમામ કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.