અંકલેશ્વર: રેલવે સ્ટેશન હરિયાળું બને તે દિશામાં અંકલેશ્વરની એક સેવાભાવી સંસ્થાએ પહેલ કરી છેે. રેલવે સ્ટેશન ખાતે 100 જેટલા વૃક્ષો વાવી તેને ઉછેરવા સંકલ્પ કર્યો છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સોમવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
શહેરની સેવાભાવી સંસ્થા 'માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે' આ બીંડુ ઉઠાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રેલવે અધિકારીઓ પણ જોડાયા હતા. રેલવે સ્ટેશનની આસપાસ સંસ્થા દ્વારા તેેમજ અધિકારીઓએ 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી હરિયાળી તરફ નવી શરુઆત કરી હતી. રેલવે સ્ટેશન હરિયાળું બને તે માટે સતત પ્રયત્નો કરવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.