ETV Bharat / state

Incident fire in Ankleshwar: અંકલેશ્વરમાં ત્રણ દિવસથી આગની હેટ્રીક, કામદારો દાઝ્યા - Incident fire in Ankleshwar

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ હાઈકલ (Incident fire in Ankleshwar)કેમિકલ કંપનીના મલ્ટી પર્પસ પ્લાન્ટ 3માં કોઈક કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. આ ઘટનામાં જેમાં 4 કામદારો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Incident fire in Ankleshwar: અંકલેશ્વરમાં ત્રણ દિવસથી આગની હેટ્રીક, કેમિકલ કંપનીમાં આગ લાગતા કામદારો દાઝ્યા

author img

By

Published : Apr 26, 2022, 4:26 PM IST

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ હાઈકલ કેમિકલ કંપનીના મલ્ટી પર્પસ(Incident fire in Ankleshwar) પ્લાન્ટ 3 માં કોઈક કારણોસર અચાનક ઉપરના ફ્લોર પર આગ ભભૂકી ઉઠતા નાશભાગ મચી જવા પામી(fire broke in chemical company)હતી. આ ઘટનામાં અંકલેશ્વર પાનોલીના 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં ચાર કામદારો દાઝી જતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાનોલી GIDC

આ પણ વાંચોઃ Fire in Vadodara : કારેલીબાગના મહાલક્ષ્‍મી કોમ્પલેક્સમાં શોર્ટસર્કિટથી દુકાનો થઇ ગઇ ભસ્મીભૂત

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો - પાનોલી GIDCમાં આવેલ કંપનીના પ્લાન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા કંપની સંચાલકોએ પાનોલી ફાયર વિભાગને જાણ કરતા 3 ફાયર બ્રિગેડ (Ankleshwar Fire Brigade)દોડી આવ્યા હતા. જો કે વિકરાળ આગના પગલે અંકલેશ્વર ડીપીએમસી ફાયરના બે ફાયર બ્રિગેડ પણ દોડી આવ્યા હતા. 5 જેટલા ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ સંપૂર્ણ કંટ્રોલમાં એક કલાક ઉપરાંતની જહેમતે આવી હતી.

આ પણ વાંચોઃ Fire in Valsad: અતુલ કંપનીમાં ભીષણ આગ લાગતાં સાત ફાયર ફાયટરો આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી

કંપનીના પ્લાન્ટમાં આગ લાગી - આ ઘટનામાં રોહિત કુમાર, મોહીન અલી, સોનુકુમાર અને મહંમદ હુસેન દાઝી જતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલિમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગની ઘટના પગલે અંકલેશ્વર ડિઝાસ્ટર ટીમના સભ્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જીપીસીબીની ટીમ અને અંકલેશ્વર તાલુકા પોલીસ દોડી આવી હતી. કંપનીના પ્લાન્ટ 3માં આગ કયાં કારણોસર લાગી હતી તેની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.