- અંકલેશ્વરના 3 પોલીસ મથકમાં ઝડપાયો દારૂ
- રૂપિયા 60 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ પર બુલ્ડોઝર ફેરવાયું
- 40 હજારથી વધુ બોટલ પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું
ભરૂચઃ ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, ત્યારે પોલીસ દ્વારા વર્ષ દરમિયાન મોટાપાયે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે. અંકલેશ્વર ડિવિઝનમાં આવતા 3 પોલીસ મથકમાં ઝડપાયેલા લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ઝડપાયેલા રૂપિયા 49 લાખ, ગ્રામ્ય પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા રૂપિયા 9.67 લાખ અને GIDC પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા રૂપિયા 2.3 લાખની કિમતના વિદેશી દારૂનો નાશ કારમાં આવ્યો હતો.
વિદેશી દારૂની 40 હજાર બોટલ પર બુલ્ડોઝર ફરવાયું
હાંસોટ રોડ પર આવેલા કડકીયા કોલેજ નજીકની ખુલ્લી જ્ગ્યામાં પ્રાંત અધિકારી રમેશ ભાગોરા અને વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. વિદેશી દારૂની 40 હજારથી વધુ બોટલ પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.