ભરૂચ :કોરોનના કહેર સાથે લદાયેલા લોકડાઉન અને તેના કારણે ઠપ્પ થયેલા જનજીવને રોજનું કમાઈ રોજ ખાનારા વર્ગની હાલત બદતર બનાવી છે. એક તરફ સમસ્યાઓથી ઘેરાયેલા લોકોની સ્થિતિ જોઈ આંખો ભરાઈ આવે છે. તો બીજી તરફ માનવતાની મહેકના ઉદાહરણો મુસીબતના સમયમાં પણ એક જૂથ થઇ લડતા ભારતીયો માટે હકારાત્મકતાનું સિંચન કરે છે. ભરૂચમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશ્યિલ મીડિયામાં ભરૂચના કેટલાક બાળકો નિર્વસ્ત્ર અને ભૂખ્યા જણાતાં 6 વર્ષની બાળકી નવા કપડાં અને ભોજન સાથે બાળકોની મદદે પહોંચી હતી.
ભરૂચમાં માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું - A beautiful example of humanity was seen in Bharuch
ભરૂચમાં માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં સોશ્યિલ મીડિયામાં નિર્વસ્ત્ર બાળકોની તસ્વીર જોતા 6 વર્ષની બાળકી નવા કપડાં અને ભોજન સાથે મદદે પહોંચી ગઈ હતી.
![ભરૂચમાં માનવતાની મહેક ફેલાવતું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું bharuch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7340329-938-7340329-1590398686004.jpg?imwidth=3840)