ETV Bharat / state

અંકલેશ્વરના ઉંટીયાદરા ગામમાં ૩ સિક્યુરીટી ગાર્ડની હત્યા, તસ્કરો ફરાર - crime in bharuch

ભરુચઃ અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામે પી.જી.ગ્લાસ કંપનીમાં લુંટના ઈરાદે લુંટારુઓ ત્રાટક્યા હતા. આ લુંટારુઓએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરતા ૩ ગાર્ડનાં મોત થયા હતા અને બે ગાર્ડને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Sep 18, 2019, 1:40 PM IST

માહિતી પ્રમાણે, સુરત અને ભરૂચ જિલ્લાની સરહદ કોસંબા નજીક આવેલા ઉંટીયાદરા ગામ પાસે બંધ હાલતમાં રહેલા પી.જી.ગ્લાસ કંપનીમાં લુંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે 40 જેટલા લુંટારુઓ ત્રાટક્યા હતા અને આતંક મચાવ્યો હતો. કંપનીમાં રહેલા સામાનની રખેવાળી કરતા 6 સિક્યુરિટી ગાર્ડ આ લુંટારુઓનો પ્રતિકાર કરતા હથીયારો સાથે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં 60 વર્ષીય દેવાભાઈ રબારી, પીરાભાઈ રબારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ગોવાભાઈ રબારીનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સાથે જ ઈશ્વર રબારી, મફત રબારી અને જનાર્દન રબારી નામના સિક્યુર્ટી ગાર્ડને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અંકલેશ્વરનાં ઉંટીયાદરા ગામમાં ૩ સિક્યુરીટી ગાર્ડની હત્યા

આ બનાવની જાણ થતા જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરુ કરી છે. લુંટ વિથ ૩ મર્ડરની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતકો કોસંબા નજીકના તરસાડી ગામના હોવાનું જાણવા મળ્યું છે.

Intro:-અંકલેશ્વરનાં ઉંટીયાદરા ગામની સીમમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં ૩ સિક્યુરીટી ગાર્ડની હત્યા
-લુટારુઓએ માર્ક હથીયારો વડે હુમલો કરતા મોત નિપજ્યા
- ગ્રામ્ય પોલીસે તપાસ શરુ કરી
Body:અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામે આવેલ અને બંધ હાલતમાં રહેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુંટના ઈરાદે ત્રાટકેલા લુંટારુઓએ આતંક મચાવ્યો હતો અને ૬ સીક્યુરીટી ગાર્ડ પર હુમલો કરતા ૩ ગાર્ડનાં મોત નીપજ્યા હતા જ્યારે બે ગાર્ડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા Conclusion:સુરત અને ભરૂચ જીલ્લાની સરહદે કોસંબા નજીક આવેલ ઉંટીયાદરા ગામ પાસે આવેલ અને બંધ હાલતમાં રહેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ વિઠ મર્ડરની ઘટના સામે આવી છે જેમાં મોડી રાત્રીએ ૪૦ જેટલા લુંટારુઓ ત્રાટક્યા હતા અને આતંક મચાવ્યો હતો.કંપનીમાં રહેલ સામાનની રખેવાળી કરતા ૬ જેટલા સીક્યુરીટી ગાર્ડે તેઓનો પ્રતિકાર કરતા લુટારુઓએ માર્ક હથીયારો સાથે તેમના પર હુમલો કરી દીધો હતો જેમાં ૬૦ વર્ષીય દેવાભાઈ રબારી અને પીરા ભાઈ રબારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું જ્યારે ગોવાભાઈ રબારી રબારી નામના સિક્યુરીટી ગાર્ડનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું .આ તરફ ઈશ્વર રબારી,મફત રબારી અને જનાર્દન રબારી નામના સિક્યુરીટી ગાર્ડને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતા જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરુ કરી છે.લુટ વિથ ૩ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.મૃતકો કોસંબા નજીકના તરસાડી ગામના હોવાનું જાણવા મળ્યું છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.