ETV Bharat / state

જંબુસરના વેડચ ગામમાં ગંદા પાણીના પ્લાન્ટમાં સાફસફાઈ દરમ્યાન 2 કામદારોના મોત - 2 people died in plant

જંબુસર તાલુકાના વેડચ ગામે આવેલા ઈન્ફયુલેન્ટ કેનલના ગંદા પાણીના રી ફીલ્ટર પ્લાન્ટમા સાફસફાઈ કરી રહેલા ૩ કામદારોને ગેસની અસર થતા બે કામદારોના ગૂંગળાઈ જવાથી તથા ડુબી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે એકને સારવાર અર્થે જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જંબુસર
જંબુસર
author img

By

Published : Apr 5, 2021, 6:54 PM IST

  • કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા ત્રણેય કામદારો
  • એક કામદારનું ઘટનાસ્થળે જ મોત
  • કોન્ટ્રાક્ટરે કારીગરોને સેફ્ટીના સાધનો આપ્યા ન હતા

વડોદરા: કેમીકલ ઔધોગિક એકમોના કેમિકલયુક્ત પ્રદુષિત જળના નિકાલ અર્થે વડોદરાથી જંબુસર તાલુકાના સારોદ ગામે દરીયા કિનારા સુધી ઈન્ફયુલેન્ટ કેનલ બનાવવામાં આવી છે. આ ઇન્ફયુલેન્ટ કેનલ ઉપર જંબુસર તાલુકાના વેડચ ગામે રી ફીલ્ટરેશન પ્લાન્ટ આવ્યો છે. આ રી ફીલ્ટરેશન પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટનાં 3 કામદાર સાફસફાઈ કરવા ઉતર્યા હતા. તેઓ ગેસના કારણે ગૂંગળાઈ જતા કેમીકલ યુક્ત કાદવ સહિતના પાણીમાં ડુબતા બુમાબુમ કરી મૂકી હતી. આ સમયે રી ફીલ્ટરેશન પ્લાન્ટમાં હાજર અન્ય લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. તે પૈકી ધર્મેન્દ્રસિંગ નામના કામદારનું ધટના સ્થળે જ મોત નિપજયુ હતું. જયારે અન્ય બે કામદારો વિવેક કુમાર પાંડલે તથા દીપક નિલેશ ચૌહાણને વધુ સારવાર અર્થે 108 મારફતે જંબુસર સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી વિવેકકુમાર પાંડલેનુ માર્ગમાં મોત નિપજયુ હતુ. જયારે અન્ય કામદાર દીપક ચૌહાણને જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:વાપીની કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ વેડચ પોલીસને થતા પોલીસ સબ ઇન્સ્પેકટર ભાવેશ પટેલ સ્ટાફ સહિત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક જાણકારી મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:ભાવનગરમાં ડાર ગાળવા કૂવામાં ઉતરેલા 2 કામદારોના મોત

સેફટી વગર કામગીરી કરાવાઈ રહી હોવાના આક્ષેપ

કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો આપ્યા વગર કામગીરી કરાવનારા કોન્ટ્રાક્ટર તથા ઇન્ફયુલેન્ટ કેનલના અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.