ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 1147 - Number of Bharuch Corona

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 10 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1147 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 10 પોઝિટિવ કેસ નોધાયા,  કુલ કેસની સંખ્યા 1147

author img

By

Published : Aug 13, 2020, 10:30 PM IST

ભરૂચ: જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની સંખ્યામાં કરવામાં આવેલા વધારા વચ્ચે પોઝિટિવ કેસની સંખ્યા અંશત: કાબૂમાં આવી છે.

જિલ્લામાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોધાયા છે. આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1147 પર પહોંચી છે. જિલ્લામાં અત્યાર સુધી 24 લોકોના મોત નીપજ્યા છે.

તો 960 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 163 વ્યક્તિઓ સારવાર હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ ટેસ્ટ કીટ આવ્યા બાદ સેમ્પલ લેવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

જે અંતગર્ત આજરોજ અત્યાર સુધીના સોથી વધુ 703 સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કે, સેમ્પલની સંખ્યા વધવા છતાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો આવ્યો નથી એ સારી બાબત કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.