બનાસકાંઠા: બનાસકાંઠાના દિયોદર પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં સોમવારે મોડી સાંજે એક યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.
દિયોદર તાલુકાના જાડા ગામના અરવિંદ પટેલ નામના યુવકે અગમ્ય કારણોસર નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. જો કે, કેનાલમાં છલાંગ લગાવતા જ આજુ-બાજુના લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યાં હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આ બનાવના પગલે દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.