- અષાઢી બીજે નવા વર્ષમાં વરસેલાં પાણીના વધામણાં કરવામાં આવે છે
- અંબાજી મંદિર ટ્રસ્ટના માનસરોવરમાં પવિત્ર જળની પુજનવિધિ કરવામાં આવી
- માનસરોવરના પાણીમાં માંડવો અને શ્રીફળ ચુંદડીને વિશેષ મહત્વ
બનાસકાંઠા: અષાઢી બીજ નિમિત્તે અંબાજી મંદિર(Ambaji Temple) ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવર (Maansarovar Lake)માં વાજતે ગાજતે પવિત્ર જળની પુજનવિધિ કરવામાં આવી હતી. આ માનસરોવરમાં પાણીની પુજન વીધીમાં માંડવો અને શ્રીફળ ચુંદડીને વિશેષ મહત્વ આપી પાણીમાં પધરાવવામાં આવે છે. હાલમાં કોરોનાની મહામારી(Corona Pandemic)ને કારણે ખુબ ઓછી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા.
આ પણ વાંચો: નવરાત્રિના પર્વને ધ્યાને લઇ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો
કોરોનાને કારણે લોકોની ઓછી હાજરી જોવા મળી
કોરોના પ્રોટોકોલ (Corona Protocol) સાથે વધામણા પુજન વીધી કરવામાં આવી અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) સાથે દરેક કાર્યક્રમો પૂરા કરવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે, આ નવા નીરનું પુજન કરવાથી વરૂણદેવ ખૂશ થાય છે. ઉપરાંત, ખેડુતો અને અન્ય લોકોને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધીમાં પ્રાર્થના કરવામાં આવે છે.