ETV Bharat / state

Woman day celebration 2023: દૂધ વેચી કરે છે લાખો રૂપિયાની કમાણી, માત્ર 9 ધોરણ પાસ

આમ તો દર વર્ષે મહિલા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પણ ગ્રામ્ય પંથકમાં ઘણી એવી મહિલાઓ છે જેણે મહિલા સશક્તિકરણનું એક મજબુત ઉદાહણ પુરૂ પાડી દીધું છે. જેઓ દૂધ વેચવાની સાથે મીઠાઈ જેવી ખાદ્ય વસ્તુઓ બનાવે છે, વેચાણ કરીને પગભર પણ થાય છે.

Woman day celebration 2023: દૂધ વેચી કરે છે લાખો રૂપિયાની કમાણી, માત્ર 9 ધોરણ પાસ
Woman day celebration 2023: દૂધ વેચી કરે છે લાખો રૂપિયાની કમાણી, માત્ર 9 ધોરણ પાસ
author img

By

Published : Mar 9, 2023, 4:30 PM IST

Updated : Mar 10, 2023, 2:59 PM IST

Woman day celebration 2023: દૂધ વેચી કરે છે લાખો રૂપિયાની કમાણી, માત્ર 9 ધોરણ પાસ

બારડોલી: બારડોલીમાંથી એક મહિલા ખરા અર્થમાં લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે. વૈશાલીબેન પ્રકાશભાઈ મિસ્ત્રી માત્ર માત્ર 9 ધોરણ પાસ છે. પણ તેમણે એક સ્ત્રીસશક્તિકરણનો મજબુત દાખલો બેસાડી દીધો છે. તેમની પાસે હાલમાં ગાય ભેંસ મળી 120 જેટલા પશુઓ છે. કેન્દ્રીય સહકારપ્રધાનના હસ્તે મળી ચુક્યો છે પુરસ્કાર ગત વર્ષે તેમણે 1.90 લાખ લિટર દૂધ ગામની દૂધ મંડળી થકી સુમુલ ડેરીને પહોંચાડયું હતું. તેમને દૂધના વ્યવસાય થકી 90 થી 95 લાખ રૂપિયાની આવક થઈ હતી. પશુપાલનના વ્યવસાય થકી વૈશાલી મિસ્ત્રી સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યા હતા.

મોટું સન્માન: શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ ખાતે અમુલ ડેરીના કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ રોજ 650 લીટર દૂધ મંડળીમાં ભરે છે. વૈશાલી પટેલે જણાવ્યું હતુ કે, દૂધમાંથી ઘરે જ બાયપ્રોડક્ટ પણ બનાવે છે અને તેમાંથી પણ કમાણી કરે છે. દૂધની કામગીરીની સાથે તેઓ દૂધને લગતી મીઠાઈઓ બનાવવાનું કામ પણ છે.

ઘરની મીઠાઈ: ઘરના સ્વાદની મીઠાઈઓને તહેવાર પ્રસંગે વેચવામાં આવે છે. શ્રીખંડ, ઘારી, માવો સહિતની મીઠાઈનો એમાં સમાવેશ કરાયો છે. ઘરેથી જ રહીને મીઠાઇ અને શ્રીખંડનું છૂટક કાયમ વેચાણ પણ કરે છે. આ ઉપરાંત તેઓ સુરત જિલ્લા સહકાર ભારતીની મહિલા શાખામાં ઉચ્ચ હોદ્દા પર સ્થાન ધરાવે છે.

અનુભવ નહીં: લગ્ન પહેલા પશુપાલનનો કોઈ અનુભવ નહીં હોવાનું જાણવા મળ્યું પણ તેમનું પિયર સુરત શહેરમાં હોય ત્યાં ઢોર ઢાંખર ન હોવાથી તેમને પશુપાલનના વ્યવસાયનો કોઈ અનુભવ ન હતો. વર્ષ 2002માં તેમના લગ્ન વડોલી ગામે થયા હતા. તેમના સાસરે આવ્યા બાદના પ્રથમ અનુભવ અંગે વાત કરતા જણાવે છે કે, "હું જ્યારે સાસરે આવી ત્યારે અહીં 10 થી 12 જેટલા ઢોર હતા. ઢોરને લગતું કામ કર્યું ન હોય શરૂઆતમાં તો ખૂબ જ ડર લાગતો હતો. પરંતુ મારા પતિ અને સાસુ સસરાની મદદથી ધીમે ધીમે હું ગાય ભેંસ દોહતા શીખી. ગાયભેંસને ચારો નાખવો, છાણ સાફ કરવું, દૂધ કાઢવું જેવું કામ શીખી ગયા બાદ મને આ પ્રવૃત્તિમાં રસ જાગ્યો."

મોટો વ્યવસાય: 2007થી મોટાપાયે વ્યવસાય શરૂ કર્યો તેઓ આગળ જણાવે છે કે, પહેલા ઘરમાં 10 થી 12 ઢોર હતા. અને તે ઢોર ઘરે જ બનાવેલા નાના તબેલામાં રાખતા હતા. ત્યારબાદ 2007 ની આસપાસ અમે મોટા પાયે પશુપાલન વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું. સુરતની સુમુલ ડેરીના માધ્યમથી અમે આ વ્યવસાયમાં પશુઓની સંખ્યા વધારી અને અમે ખેતરમાં એક મોટો તબેલો બનાવ્યો.

100થી વધુ પશુ: જેમાં આજે 120 જેટલા પશુ અમારી પાસે છે." - ગત વર્ષે 90 લાખ રૂપિયા જેટલી કમાણી થઈ આજે તેઓ રોજના 650 લીટર દૂધ વડોલી મહિલા દૂધ ઉત્પાદક મંડળી મારફતે સુમુલ ડેરીને પહોંચાડે છે. ગત વર્ષે તેમણે 1 લાખ 80 લીટર જેટલું દૂધ ઉત્પાદન કર્યું હતું જેનાથી તેમને લગભગ 85 થી 90 લાખ રૂપિયાની આવક થઈ હતી.

ગૃહ ઉદ્યોગ: મીઠાઈ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ શરૂ કર્યો. પશુ પાલન થકી તેમણે નાનાપાયે મીઠાઈ બનાવવાનો વ્યવસાય પણ શરૂ કર્યો છે. મોટા ભાગનું દૂધ અમે સુમુલ ડેરીને આપીએ છીએ. તો કેટલાક દૂધમાંથી અમે અમારી બાયપ્રોડક્ટ પણ બનાવીએ છીએ.

દૂધની બનાવટો: દૂધનો માવો, અલગ અલગ પ્રકારની મીઠાઈ, શ્રીખંડ તેમજ અન્ય દૂધની આઇટમો બનાવીને તેનું વેચાણ કરીએ છીએ તેમાંથી પણ અમને સારી કમાણી થઈ રહે છે. પશુ આહાર અને ઘાસચારો મુખ્ય પડકાર પશુપાલન વ્યવસાયમાં અનેક નાના મોટા પડકારો પણ રહેલા છે. જેનો સામનો કરી તેઓ સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

પડકારો હતા: પડકારો વિશે વાતો કરતા વૈશાલીબેન કહે છે, આ વ્યવસાયમાં સૌથી મોટો પડકાર જો હોય તો તે ઘાસચારો અને પશુ આહારનો છે. હાલ ઘાસચારો મળવો મુશ્કેલ બની ગયો છે. ગામડાઓમાં ખુલ્લી જગ્યા કે ગૌચર બચ્યા નથી જેને કારણે ચારો મળવો મુશ્કેલ છે.

મોંઘવારીની અસર: આ ઉપરાંત મોંઘવારીને કારણે પશુ આહારની કિંમતો પણ વધી છે. જેને કારણે ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. 7 માણસોને આના થકી રોજીરોટી મળી રહે છે. રોજીરોટી પશુપાલનના વ્યવસાય થકી વૈશાલીબેન અને તેમનો પરિવાર તો કમાણી કરી જ રહ્યો છે સાથ સાથે તેઓ અન્ય લોકોને પણ રોજીરોટી આપી રહ્યા છે.

વ્યવસાયમાં અમને ગાય માતાની સેવા કરવા તો મળે જ છે સાથ સાથે અમે મદદ માટે 5 થી 7 માણસો રોજી રોટી આપી રહ્યા છે. ખુશી છે કે અમે તેમને રોજીરોટી આપી તેમના પરિવારનું ભરણપોષણ કરવામાં મદદરૂપ બની રહ્યા છે.--વૈશાલીબેન

Last Updated : Mar 10, 2023, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.