ETV Bharat / state

રાજ્ય સરકારના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની નહેરમાં પાણી છોડાયું

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી આજથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરાઇ છે. જેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 જેટલા ગામોને મળશે અને 17 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે.

author img

By

Published : Oct 30, 2020, 8:00 PM IST

ગુજરાત સરકારના આદેશ બાદ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની નહેરમાં પાણી છોડાયું

  • ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ડેમમાં પાણીની આવક
  • સરકારના આદેશ બાદ નહેરમાં પાણી છોડાયું
  • પાણી છોડાતાં ખેડૂતોમાં ખુશી

દાંતીવાડાઃ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બાલારામ નદી અને બનાસ નદીમાં સારી પાણીની આવક થઇ હતી. જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી કોરોધાકોર પડેલો દાંતીવાડા ડેમમાં પાણીની આવક સારી થઈ હતી. ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમની જળ સપાટી 519 મીટર સુધી પહોંચી ગઇ હતી. જેના કારણે બનાસકાંઠા જિલ્લા અને પાટણના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

સરકારના આદેશ બાદ નહેરમાં પાણી છોડાયું
સરકારના આદેશ બાદ નહેરમાં પાણી છોડાયું
  • સરકારના આદેશ બાદ નહેરમાં પાણી છોડાયું
    બનાસકાંઠામાં અને ખાસ કરીને ઉપરવાસમા ચાલુ સાલે ચોમાસામાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં કેટલું પાણી આવ્યું હતું અને દાંતીવાડામાં ડેમ અત્યારે 591 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. જેથી સરકારે આ વખતે રવી સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કર્યું છે આજથી જ 200 કયુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવી રહ્યું છે અને આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં 5 વખત ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે. જેનો લાભ બનાસકાંઠા અને પાટણના 110 જેટલા ગામના ખેડૂતોને મળશે.
    બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 જેટલા ગામોને મળશે અને 17 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે

  • પાણી છોડાતાં ખેડૂતોમાં ખુશી

    ગત વર્ષે દાંતીવાડા ડેમમાં નહિવત પાણી હતું જેના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેતી પાકને નુકસાન થયું હતું. દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે અને આ ડેમમાં પાણી ભરાયેલું હોય તો તેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ 150 જેટલા ગામોને મળી રહે છે. ત્યારે આ વર્ષે ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં સારા પાણીની આવક થતાં તેનો લાભ હવે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 ગામના જેટલા ખેડૂતોને થઇ ગયો છે. 17 હજાર હેક્ટર જમીનમાં આ દાંતીવાડા ડેમના પાણીથી સિંચાઈ કરી ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યાં છે જેથી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતાં ખુશખુશાલ બન્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.