ETV Bharat / state

બનાસકાંઠા જીલ્લામાં પાણીની અછતને લઈ પશુઓની હાલત દયનિય - gujarat news

બનાસકાંઠાઃ રણની કંધીએ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો દર વર્ષે ઉનાળામાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરે છે ત્યારે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત સાથેજ કેનાલમાં પાણી બંધ થતા પશુઓની હાલત દયનિય બની ગઈ છે, અને પશુઓને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 2, 2019, 2:21 PM IST

બનાસકાંઠા જિલ્લામાંમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે.જિલ્લાનાના અંતરિયાળ વિસ્તાર એવા વાવ, સુઇગામ, થરાદ અને ભાભર જેવા વિસ્તારોમાં પાણીની અછતના કારણે લોકો અને પશુઓની સ્થિતિ દયનિય બની જાય છે. દર વર્ષે અહીં આજ પરિસ્થિતિ જોવા મળે છે. આ વર્ષે પણ કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરી દેતા મુંગા પશુઓ પાણી માટે તરફડી રહ્યા છે. વાવ તાલુકાના મોટાભાગના પશુપાલકોને હવે તેમના પશુઓ બચાવવા માટે હિજરત કરવી પડી રહી છે, અને ઘાસચારો અને પાણીની શોધમાં કેટલાય પશુપાલકો તેમના પશુઓ સાથે સવાર પડતા જ નીકળી પડે છે.

પાણીની અછતને લઈ પશુઓની હાલત દયનિય

વાવના સમલી વાસ વિસ્તારમાં પણ પાણીની ભારે સમસ્યાનો સામનો પશુઓ કરી રહ્યા છે. અહીં હાલમાં 400 જેટલા પશુઓની સંખ્યા છે. પણ કેનલોમાં પાણી બંધ થતાં અહીંના પશુઓની પરિસ્થિતિ ગંભીર બની છે. મોટાભાગના પશુઓ પાણી અને ઘાસચારા વગર બીમારીમાં સપડાઈ છે. જેથી આજુ-બાજુના લોકોએ તંત્રને જાણ કરતા આ તમામ પશુઓને હાલમાં પાંજરાપોળમાં ખસેડામાં આવી રહ્યા છે. જો કે અહીંના લોકોનું માનવું છે કે,જો કેનાલમાં પાણી ચાલુ કરવામાં નહીઆવે તો હજુ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

કેનાલોમાં પાણી બંધ થતાં અહીંના પશુપાલકો ના છૂટકે તેમના પશુઓ પાંજરાપોળમાં છોડી જાય છે, અને તેના કારણે અહીંના પાંજરાપોળ પણ પશુઓથી ઉભરાઈ રહ્યા છે. વાવ પાસે આવેલ ખોડાઘર પાંજરાપોળમાં 2500 ઢોર રાખવાની કેપેસિટી હોવા છતાહાલમાં 4200 કરતા પણ વધુપશુઓ ભરાઈ ગયા છે. અહીં પણ પીવાના પાણીની અછત હોવાથી અહીંના સંચાલકો ટેન્કર દ્વારા પાણી લાવી પશુઓ બચાવી રહયા છે.

આ બાબત જ્યારે તંત્રનેધ્યાને આવી ત્યારે તાત્કાલિક રખડતા પશુઓને પાંજરાપોળમાં ખસેડી બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, અને સરકાર પાસેથી વધુ ઘાસચારાની મંગની કરી પશુઓને ઘાસચારો અને હવાડામાં પાણી ભરી પશુઓને બચાવવામાં પ્રયાસો હાથ ધરાયા છે.

લોકેશન... વાવ.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.01 04 2019

સ્લગ........પશુઓની દયનિય સ્થિતિ

એન્કર.......રણ ની કંધીએ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો દર વર્ષે ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી નો સામનો કરે છે એ વર્ષે પણ ઉનાળાની શરૂઆત સાથેજ કેનાલ માં પાણી બંધ થતાં પશુઓની હાલત દયનિય બની ગઈ છે ....અને પશુઓ ને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે .......

વી ઓ ......બનાસકાંઠા જિલ્લામાં માં ઉનાળા ના પ્રારંભે જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે , જિલ્લાના ના અંતરિયાળ વિસ્તાર એવા વાવ, સુઇગામ, થરાદ અને ભાભર જેવા વિસ્તારોમાં પાણીની અછત ના કારણે લોકો અને પશુઓ ની સ્થિતિ દયનિય બની જાય છે દર વર્ષે અહીં આજ પરિસ્થિતિ જોવા મળે છે આ વર્ષે પણ કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરી દેતા હોવી મુંગા પશુઓ પાણી માટે તરફડી રહ્યા છે વાવ તાલુકાના મોટાભાગના પશુપાલકો ને હવે તેમના પશુઓ બચાવવા માટે હિજરત કરવી પડી રહી છે અને ઘાસચારો અને પાણી ની શોધમાં કેટલાય પશુપાલકો તેમના પશુઓ સાથે સવાર પડતા જ નીકળી પડે છે.વાવ ના સમલી વાસ વિસ્તાર માં પણ પાણીની ભારે સમસ્યા નો સામનો પશુઓ કરી રહ્યા છે સમલીવાસ એ ઉજ્જડ અને વેરાન જગ્યા છે જ્યાં સામાન્ય દિવસો માં જાડી ઝાંખરા અને પાણી ન અવડા હોવાથી  રખડતા પશુઓ અહીં રહેતા હોય છે અહીં હાલમાં 400 જેટલા પશુઓ ની સંખ્યા છે પણ કેનલોમાં પાણી બંધ થતાં અહીંના પશુઓની પરિસ્થિતિ ગંભીર બની હતી મોટાભાગના પશુઓ પાણી અને ઘાસચારા વગર બીમારી માં સપડાઈ છે જેથી આજુબાજુના લોકોએ તંત્ર ને જાણ કરતા આ તમામ પશુઓને હાલમાં પાંજરાપોળ માં ખસેડામાં આવી રહ્યા છે ...જો કે અહીંના લોકોનું માનવું છે કે જો કેનાલમાં પાણી ચાલુ કરવામાં એની આવે તો હજુ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે .......

બાઈટ........મહાદેવભાઈ,
સ્થાનિક ખેડૂત

બાઈટ.....માનસિંગભાઈ, સ્થાનિક 

વી ઓ .......વાવ , સુઇગામ જેવા વિસ્તારોમાં ઉનાળો એટલે દુષ્કાળ  , અને દર વર્ષે અહીંના લોકો આવીજ પરિસ્થિતિ નો સામનો કરે છે , અહીં લોકો માટે ઓણ પીવાના પાણીની કિલ્લત સર્જાય છે ત્યારે પશુઓની શુ હાલત થાય છે તે આ દૃશ્યો પરથી સાફ દેખાઈ રહ્યું છે કેનાલો માં પાણી બંધ થતાં વાવ પંથકમાં માં પશુપાલકો ને તેમના પશુઓ કઇ રીતે બચાવવા તે પણ એક યક્ષ સમસ્યા સમાન બની રહ્યું છે જેથી અહીંના પશુપાલકો ના છૂટકે તેમના પશુઓ પાંજરાપોળમાં છોડી જાય છે અને તેના કારણે અહીંના પાંજરાપોળ પણ પશુઓ થી ઉભરાઈ રહ્યા હોય તેવી સ્થિતિ બની રહી છે , વાવ પાસે આવેલ ખોડાઘર પાંજરાપોળ માં 2500 ઢોર રાખવાની કેપેસિટી પણ પણ અહીં આજુબાજુના પશુપાલકો તેમના પશુઓ અને રખડતા પશુઓ અને છોડવામાં આવતા હાલમાં 4200 કરતા પણ પશુઓ ભરાઈ ગયા છે અહીં પણ પીવાના પાણીની અછત હોવાથી અહીંના સંચાલકો ટેન્કર દ્વારા પાણી લાવી પશુઓ બચાવી રહયા છે ......

બાઈટ......ડો ભરત પરમાર, સંચાલક , પાંજરાપોળ

વી ઓ .....આ બાબત જ્યારે તંત્ર ના ધ્યાને આવી ત્યારે તાત્કાલિક રખડતા પશુઓ ને પાંજરાપોળ માં ખસેડી બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને સરકાર પાસેથી વધુ ઘાસચારા ની મંગની કરી પશુઓને ઘાસચારો અને હવાડા માં પાણી ભરી પશુઓને બચાવવામાં પ્રયાસો હાથ ધરાય હોવાનું મામલતદારે જણાવ્યું હતું........

બાઈટ.....કે કે ઠાકોર , મામલતદાર, વાવ

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.