ETV Bharat / state

આદરણીય મોટાભાઈ મોદીઃ પાણીની પરેશાની દૂર કરવા મહિલાઓએ PMને પોસ્ટકાર્ડ લખ્યા - પીવાના પાણીની સમસ્યા

બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આવેલા કરમાવદ અને મુક્તેશ્વર તળાવ (Water Crises in Banaskantha) ભરવાને લઈ 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને (Letter Writes to PM Modi) પાણી માટે પોસ્ટ કાર્ડ લખ્યા હતા. છેલ્લા અઢી માસથી વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવા માટેનું જળ આંદોલન ચાલી રહ્યું છે.

પાણીની પરેશાની દૂર કરવા પત્ર લેખન અભિયાન, આ ગામની મહિલાઓએ PMને પોસ્ટકાર્ડ લખ્યા

author img

By

Published : Jun 20, 2022, 8:56 PM IST

વડગામ: વડગામ તાલુકાનું કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવા માટેનું (Water Crises in Banaskantha) જળ આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લા અઢી માસથી અહીંના લોકો પાણી (Scarcity of Drinking Water) માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. 125 ગામના ખેડૂતોએ કરમાવદ તળાવમાં કળશ પૂજન કર્યું ત્યાર બાદ 20 હજાર ખેડૂતોએ પાણી માટે રેલી (Movement for Drinking Water) યોજી હતી. પરંતુ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા સોમવારે 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ વડાપ્રધાનને પાણી માટે પોસ્ટ કાર્ડ લખ્યા છે. વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે.

પાણીની પરેશાની દૂર કરવા પત્ર લેખન અભિયાન, આ ગામની મહિલાઓએ PMને પોસ્ટકાર્ડ લખ્યા

આ પણ વાંચો: PM મોદીએ જેનો ઉલ્લેખ કર્યો એ અબ્બાસ કોણ છે, પ્રહલાદ મોદીએ કહ્યા અનેક કિસ્સા

પાણી વગર પરેશાની: દિન-પ્રતિદિન ભૂગર્ભજળ નીચે જઈ રહ્યા છે ત્યારે પશુપાલકોને પોતાના પશુઓ નિર્વાહ કરવા પણ મુશ્કેલ છે. જ્યારે સિંચાઇ માટે પાણી ન મળતા ખેતી પણ નકામી બનતી જાય છે. હવે વડગામ તાલુકાનું કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમને નર્મદા નીરથી ભરવા માટેની માગણી પ્રબળ બની છે. આ જલ આંદોલન હવે પોસ્ટ કાર્ડ સુધી પહોંચ્યું છે. 125 ગામની 50 હજાર જેટલી પશુપાલક મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટ કાર્ડ લખ્યા છે. આ સાથે એવી માગણી કરી છે કે અમારી આ મુશ્કેલી દૂર કરો. પાણીઓ જેથી પશુપાલન અને ખેતિ વ્યવસ્થિત રીતે થઈ શકે.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-jal-aandolan-gj10014_20062022185932_2006f_1655731772_287.jpg

આ પણ વાંચો: ભંગારની આડમાં યુદ્ધના હથિયાર, સરહદી જિલ્લો કચ્છ બની રહ્યો ગુનાખોરીનું કેન્દ્ર

કોઈ પરિણામ નહી: આ મામલે તંત્રને અનેક પ્રકારની વિનંતીઓ કરી હતી. રેલી કરી હતી. આજીજી પણ કરી પરંતુ હજી પણ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે આજે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ પણ લખાયા છે. હવે આવનારા સમયમાં પાણીમાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો આનાથી પણ ઉગ્ર આંદોલનનાં માર્ગે જશે. એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.