- પાલનપુરમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે ફરી એકવાર સ્વૈચ્છિક બંધ
- ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ કોરોના દર્દીઓથી ઉભરાઈ
- કોરોના વાઈરસના કેસની ચેન તોડવા લોકો કટિબદ્ધ
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત બેકાબૂ બની રહ્યું છે. જિલ્લામાં કોરોનાની ચેન તોડવા મોટા ભાગના શહેરો અને ગામો સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુરમાં અત્યાર સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. કોરોનાને અટકાવવા માટે વેપારીઓ અને તંત્રની બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચોઃ જામનગરમાં બુધવારથી મિની લોકડાઉન શરૂ
28 એપ્રિલથી 2 મે સુધી જનતા કરફ્યૂ લંબાવાયું
વેપારીઓ અનં તંત્રની બેઠકમાં 23 એપ્રિલથી 27 એપ્રિલ સુધી જનતા કરફ્યૂ લગાવવામાં આવ્યું હતું, પરંતુ કોરોના સંક્રમણને અટકાવવા વેપારી અને તંત્રે ફરી 5 દિવસ એટલે કે 28 એપ્રિલથી 2 મે સુધી જનતા કરફ્યૂ લંબાવ્યું છે. આથી કરીને પાલનપુર શહેરમાંથી કોરોના સંક્રમણની ચેન તૂટે અને લોકોને કોરોનારૂપી મોતના મુખમાં જતા બચાવી શકાય.
આ પણ વાંચોઃ પાટણમાં મિની લૉકડાઉનમાં પણ બજારમાં લોકોની હાજરી જોવા મળી
ડીસા અને પાલનપુરમાં કોરોનાના દર્દી 1,000થી વધુ આવી રહ્યા છે
જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ ડીસા અને પાલનપુરમાં નોંધાયા છે. અત્યાર સુધી ડીસા અને પાલનપુરમાં 1,000થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સામે આવી છે.
અનેક તાલુકા સ્વૈચ્છિક બંધ કરી રહ્યા છે
શહેર અને ગામમાં કોરોના વાઈરસની ચેન તોડવા હવે અનેક તાલુકા સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે. આ સાથે જ લોકો સરકારી ગાઈડલાઈનનો ઉપયોગ નહીં કરે તો આગામી સમયમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સામે આવી શકે તેમ છે.