અંબાજી : પાટીદાર અનામત આંદોલનના વડા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને તેમને વિરમગામની (Hardik Patel visited Ambaji) ટિકિટ મળી હતી. ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક વિરમગામ જે હાર્દિક પટેલે તોડ્યો છે. ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલને 99,155 મત મળ્યા હતા. તેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ અણદાજી ઠાકોરને 47,448 મત મળ્યા હતા. આમ હાર્દિક પટેલ 51,707 મતના માર્જિનથી જીત મેળવી છે. જીતને લઈને તેઓ માં અંબાના ધામા શીશ ઝુકાવવા આવ્યો હતા. (Viramgam assembly seat)
માતાજીની પૂજા અર્ચના કરી હાર્દિક પટેલ અંબાજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. માના દર્શન (ambaji temple) કરીને આશિર્વાદ મેળવ્યા હતા. હાર્દિક પટેલ માં અંબાના ભક્ત છે તેઓ અવારનવાર દર્શન કરવા આવે છે. ત્યારે ફરી વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કર્યા બાદ અંબાજી મંદિરમાં આવીને ગર્ભગૃહમાં જઈને માતાજીની પૂજા અર્ચના કરી હતી. (Viramgam candidate Hardik Patel)
પાર્ટી કહેશે તે જવાબદારી નિભાવીશ હાર્દિક પટેલે અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશિર્વાદ લીધા હતા. તેમજ સિદ્ધિવિનાયક મંદિર અને અંબિકેશ્વર મહાદેવના પણ દર્શન કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે, મા પાસે માંગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય. માંગેલું એક વાર મળે, આશીર્વાદ આજીવન રહે છે. પ્રધાન બનવા પર તેમને કહ્યું કે જે પાર્ટી નક્કી કરશે તે જવાબદારી સ્વીકારીશું. તેમની સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અંબાજી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. અનિકેત ઠાકર સાથે હાર્દિક પટેલે મુલાકાત કરી હતી. (Viramgam Assembly Candidate)