ETV Bharat / state

ડીસામાં કોરોના વાઈરસના વધતા સંક્રમણના કારણે બેજવાબદાર લોકો જવાબદાર - બનાસકાંઠા કોરોના અપડેટ

કોરોના વાઈરસની ભયંકર મહામારી ચાલી રહી હોવા છતાં ડીસા શહેરમાં લોકો સરકારની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે. હાલમાં જે રીતે લોકો ફરી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં હજુપણ કોરોના વાઈરસની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ો
ડીસામાં કોરોના વાઈરસના વધતા સંક્રમણના કારણે બેજવાબદાર લોકો જવાબદાર
author img

By

Published : Jul 26, 2020, 10:14 PM IST

બનાસકાંઠા: શહેર-જિલ્લામાં દરરોજ લગભગ 50 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જિલ્લામાં જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં સંક્રમણ અટકાવવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે. લોકોમાં કોરોનાને લઇ જાગૃતિ આવે તે માટે કોરોના વાઈરસના ભયથી લોકોને અવગત કરવામાં આવી રહ્યા છે.

ડીસામાં કોરોના વાઈરસના વધતા સંક્રમણના કારણે બેજવાબદાર લોકો જવાબદાર

બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર અને ધાનેરા જેવા શહેરોમાં તો સાંજે ચાર વાગ્યા બાદ ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવે છે અને કરફ્યુ જેવો માહોલ સર્જાય છે. પરંતુ કોરોના વાઈરસ લઈને આટલી જાગૃતિ હોવા છતાં હજુ પણ બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારના લોકો ગંભીર નથી જણાઈ રહ્યા..

ડીસા શહેરમાં લોકો સરકારની ગાઇડલાઇનનો ભંગ સરેઆમ કરતા નજરે પડી રહ્યા છે.. કોરોના વાઈરસથી બચવા માટે સરકાર દ્વારા એક ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.

સરકારની ગાઈડલાઈન મુજબ મોઢા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. પરંતુ ડીસા શહેરમાં સરકારની આ ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો નજરે પડી રહ્યો છે.

ડીસા શહેરના લોકોમાં જાણે કોરોનાનો કોઈ જ ભય ન હોય તેમ મુખ્ય બજારમાં માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કરતા લોકો નજરે પડી રહ્યા છે. ડીસામાં લોકોની આ બેદરકારી આગામી સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.