ETV Bharat / state

થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો, સરકારના નિયમોના ઉડ્યા ધજાગરા

કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લોકડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા છે. ડાયરામાં લોકોએ માસ્ક વગર એકઠા થઇ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી કલાકારો પર નોટો ઉડાડતા થરાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
author img

By

Published : Dec 24, 2020, 10:51 AM IST

Updated : Dec 24, 2020, 11:07 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં લોકો કોરોના વાઇરસને લઇ ભૂલ્યા ભાન
  • સરકારની ગાઇડ લાઇન વગર યોજાઇ રહ્યા છે લોક ડાયરા અને ગરબા
  • લોકોની ભૂલોના કારણે કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો

બનાસકાંઠા : જિલ્લામાં એક તરફ કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લોકો જાણે કોરોના વાઇરસની ગંભીરતાને ભૂલી ગયા હોય તેમ રોજબરોજ એક પછી એક ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોને જાણે કોરોના વાઇરસથી કંઈ લેવાદેવા જ ના હોય તેમ ક્યાંક સરકારની ગાઇડ લાઇન વગર ગરબાનું આયોજન કરી રહ્યા છે, તો ક્યાંક લોકડાયરાનું આયોજન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં થોડા દિવસ અગાઉ જ ગુજરાતની લોકગાયિકા કાજલ મહેરીયા પર ગરબામાં સરકારની ગાઇડ લાઇનનો ભંગ કરતા ફરિયાદ દાખલ થઇ હતી. જે બાદ ફરી એકવાર થરાદ ખાતે લોકડાયરાનું આયોજન કરતા લોકોએ મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ત્યારે ચોક્કસ કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લાના લોકોને જાણે કોરોના વાઇરસથી કંઈ લેવા દેવા જ ન હોય તેમ મોટા મોટા ડાયરા અને ગરબાનું આયોજન કરી રહ્યા છે.

થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
થરાદના વડગામડા ગામે યોજાયો લોકડાયરો
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના વડગામડા ગામે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવતા હોવાની ઘટના સામે આવી છે. વડગામડા ગામે ચૌધરી ધનજીભાઈ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. કોરોના મહામારીના સમયમાં લોકડાયરાનું આયોજન કરતા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં લોકગાયિકા વનીતા પટેલ , સિદ્ધરાજ ગામોટ, સુરેશ કાપડી, ઈશ્વરદાન ગઢવી સહિત 10 જેટલા નામી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી હતી. ડાયરામાં આવેલ હજારોની સંખ્યામાં લોકોએ કલાકારો પણ નોટો પણ ઉડાડી હતી. આ કાર્યક્રમને જોતા આ વિસ્તારમાં કદાચ કોરોના જ નહી હોય તેમ લાગી રહ્યું છે. લોકો પણ ભાન ભૂલીને ડાયરાની રમઝટ માણી રહ્યા છે. આયોજકે તો થરાદ ASP પૂજા યાદવનું નામ પણ મુખ્ય મહેમાન તરીકે લખી નાખ્યું હતું. જોકે, આ મામલે એએસપી પૂજા યાદવને પૂછતાં તેમને આ અંગે કોઈ જ જાણ ન હોવાનું જણાવ્યું હતું અને ડાયરાના વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, 10 દિવસ અગાઉ આજ વિસ્તારમાં ગરબાની રમઝટ બોલાવી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ગાયિકા કાજલ મહેરીયા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.
થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો
યોગ્ય કાર્યવાહી કરવા લોકોની માંગ

બનાસકાંઠા જિલ્લામાં કલાકારો અને લોકોની ભૂલોના કારણે કોરોના વાઇરસની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. કોરોના વાઇરસની મહામારી સમય સરકાર રોજેરોજ લોકોને સુરક્ષિત રહેવા માટે જાહેરાતો કરી રહી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકોને જાણે સરકાર અને કોરોના વાઇરસથી કંઈ લેવાદેવા જ ન હોય તેમ ભીડ એકત્રિત કરી રહ્યા છે. ત્યારે સતત વધતા જતા કોરોના વાઇરસના કેસ અટકાવવા માટે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, તો જ આગામી સમયમાં વધતા જતા કોરોનાના કેસ ઉપર અંકુશ મેળવી શકાશે. કલાકારો કોરોના મહામારીના સમયમાં લોકોમાં જાગૃતિ લાવવાના બદલે ખુદ બેફીકર બની સરકારી ગાઇડ લાઇનનો ભંગ કરી રહ્યા છે. તેવામાં આવા કલાકારો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગણી છે.

Last Updated : Dec 24, 2020, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.