- રાજ્ય સરકાર દ્વારા ગામે- ગામ કોરોનામુક્ત અભિયાન
- અંબાજીમાં વિવિધ વિસ્તારો અને સોસાયટીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી
- અંબાજી ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ સેનેટાઇઝ કરાયા
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં વિવિધ વિસ્તારો અને સોસાયટીઓને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે ટ્રેકટરોથી અંબાજી ગ્રામપંચાયત દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. જોકે, અંબાજી ગામમાં વેપારીઓ બપોરે 1 વાગ્યા બાદ પોતાના વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધ કરી દીધા બાદ અંબાજીના બંધ બજારોને પણ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંબાજીના બજારોમાં સવારથી જ વેપારીઓ સહિત ગ્રામજનોની અવરજવર રહેતી હોય છે.
આ પણ વાંચો: પોરબંદર જનસેવા કેન્દ્રને સેનેટાઇઝ કરાયું
અંબાજીના બંધ બજારોને સેનેટાઇઝ કરાયા
એક વાગ્યા બાદ બજારો બંધ થતા સમગ્ર બજાર વિસ્તારને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. જયારે બીજા દિવસે સવારે ફરી બજારો ખુલ્લે ત્યારે કોરોનાના કીટાણુઓ બજારમાં ન રહે તેમજ ગ્રામજનો સુરક્ષિત બને તેને લઈને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જયારે ગ્રામજનો પણ કામ વગર બહાર ન નીકળવા અને નીકળવાનું થાય તો માસ્ક પહેરી સેનેટાઇઝ સાથે નીકળે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનગર ‘અખબાર ભવન’માં સરકારે નહીં પણ સેવાભાવી સંસ્થાએ સેનેટાઇઝ ટનલની સેવા પૂરી પાડી