ETV Bharat / state

Unseasonal Rain In Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા - farmers of banaskantha district

બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજીવારના કમોસમી વરસાદ (Unseasonal Rain In Banaskantha)થી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જિલ્લામાં બટાકા (potato cultivation in banaskantha) અને જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે. માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાની (unseasonal rain damages crops) ભીતિ છે.

Unseasonal Rain In Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

author img

By

Published : Dec 28, 2021, 6:21 PM IST

ડીસા: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા (Unseasonal Rain In Banaskantha) જિલ્લામાં ગત રાત્રી દરમિયાન જિલ્લાના અનેક તાલુકાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં એકવાર ફરી હવામાન વિભાગ (meteorological department gujarat)ની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

વરસાદથી ખેડૂતોને નુકશાન

ખેડૂતોએ મોંઘાડાટ બિયારણ લાવી બટાકા, જીરુ, રાયડો જેવા પાકોના વાવેતરની શરૂઆત કરી હતી.

જિલ્લાના પાલનપુર (Unseasonal rain in palanpur), અમીરગઢ, ઇકબાલગઢ, ડીસા (Unseasonal rain in deesa), સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરમાં ઊભેલા રવી પાકો (rabi crops in banaskantha)ને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં સતત ત્રીજી વખત કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો (farmers of banaskantha district) એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શિયાળાની શરૂઆત થતાં જ ખેડૂતોએ મોંઘાડાટ બિયારણ લાવી બટાકા, જીરુ (cumin cultivation in banaskantha), રાયડો જેવા પાકોના વાવેતરની શરૂઆત કરી હતી. કમોસમી વરસાદ થતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.

બનાસકાંઠામાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર

સરહદી પંથકમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે.

સતત 3 દિવસ પડેલા અવિરત વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા, તેમજ ફરી હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો હતો. મોડી રાત્રે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, કેમ કે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસાની વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ સરહદી પંથકમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે.

બટાકા અને જીરામાં સૂકારાનો રોગ આવે તેવી ભીતિ

અચાનક ગઈ કાલે મોડી સાંજથી વાતાવરણમાં પલટો સર્જાતા તેમજ મોડી રાત્રે વરસાદ શરૂ થતા બટાકાના વાવેતર કરતા ખેડૂતો તેમજ જીરાનું વાવેતર કરતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મૂકાયા છે. ખાસ કરીને વરસાદના કારણે તેમજ વાદળછાયા વાતાવરણના કારણે જીરા અને બટાકામાં સૂકારા જેવો રોગ આવવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીનું નિવેદન

માવઠા જેવું વાતાવરણ હોવાના કારણે શાકભાજી, જીરૂ, ધાણા, ઘઉં તેમજ રાયડાના પાકમાં અત્યારે પિયત આપવાનું મુલતવી રાખવું.

આ માવઠા જેવા વાતાવરણ અંગે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માવઠા જેવું વાતાવરણ હોવાના કારણે શાકભાજી, જીરૂ, ધાણા, ઘઉં તેમજ રાયડાના પાકમાં અત્યારે પિયત આપવાનું મુલતવી રાખવું, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી, કાપણી કરેલો પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલા પાકને સુરક્ષિત જગ્યાએ રાખવો, ફુગજન્ય રોગના લક્ષણો જણાય તો ફુગનાશક દવાનો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ છંટકાવ કરવો, દિવેલા પાકમાં ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ઉભા પાકમાં એકલ-દોકલ દેખાતી ઇયળ વિણાવી નાશ કરવો તેમજ છોડદીઠ 4 ઇયળો જોવા મળે ત્યારે સ્પીનોસાદ 3 મી.લી. દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા જણાવાયું છે.

આ પણ વાંચો: Unseasonal Rain In Mehsana: હવામાન વિભાગની આગાહી બાદ મહેસાણા જિલ્લામાં માવઠું, ખેડૂતો ચિંતિત

આ પણ વાંચો: Unseasonal Rains In Gujarat : ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી, જાણો આજનું લઘુતમ તાપમાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.