ETV Bharat / state

અમીરગઢ તાલુકાના ડુંગરપુરા પાસે નહેરમાંથી બે વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી - banaskantha latest news

બનાસકાંઠા: રાજસ્થાનના આબુરોડ તાલુકામાં નીચલાગઢ ગામના કાળુભાઈ સાંકળારામજી તાઈવર બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કામે જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થયા હતા. ત્યારબાદ પરિવાર દ્વારા કાળુભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જે પછી બીજા દિવસે અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામ પાસેથી પસાર થતી નહેરમાંથી બે વ્યક્તિઓની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આજુબાજુના લોકોએ તેની જાણ અમીરગઢ પોલીસ મથકે કરી હતી.

અમીરગઢ
author img

By

Published : Oct 31, 2019, 2:08 AM IST

યુવક કાળુભાઇને અમીરગઢ તાલુકાના ખુણીયા ગામે રહેતી તેજકીબેન દિતાભાઈ ગવાર સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો અને તેને લેવા માટે તે ગયો હતો. આ સમગ્ર ઘટના પાછળ મૃતકના ભાઈએ તેજકીબેનના સગાસંબંધીઓ પર હત્યાનો આક્ષેપ મુક્યો છે. હાલ અમીરગઢ પોલીસે તમામ લોકોના નિવેદન લીધા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર આ બંને યુવક-યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

અમીરગઢ તાલુકાનાં ડુંગરપુરા પાસે નહેરમાંથી બે વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

યુવક કાળુભાઇને અમીરગઢ તાલુકાના ખુણીયા ગામે રહેતી તેજકીબેન દિતાભાઈ ગવાર સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો અને તેને લેવા માટે તે ગયો હતો. આ સમગ્ર ઘટના પાછળ મૃતકના ભાઈએ તેજકીબેનના સગાસંબંધીઓ પર હત્યાનો આક્ષેપ મુક્યો છે. હાલ અમીરગઢ પોલીસે તમામ લોકોના નિવેદન લીધા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર આ બંને યુવક-યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

અમીરગઢ તાલુકાનાં ડુંગરપુરા પાસે નહેરમાંથી બે વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી
Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. અમીરગઢ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 10 2019

સ્લગ... અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામે પાસેથી પસાર થતી નહેર માંથી બે વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં લાશ મળી..

એન્કર.. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડુંગરાપુરા પાસેથી પસાર થતી શહેરમાં યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે પરંતુ હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવો જાણે હવે નજીવા બની ગયા હોય તેમ એક પછી એક આવા અનેક બનાવો બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામ પાસે બન્યો હતો આ બનાવની વિગતો જોઈએ તો રાજસ્થાનના આબુરોડ તાલુકામાં આવે નીચલાગઢ ગામના કાળુભાઈ સાંકળારામજી તાઈવર બે દિવસ અગાઉ પોતાના ઘરેથી હું કામ તે જાઉં છું તેમ કહી નીકળ્યા હતા જે બાદ પોતાના મોટા ભાઈ ચતરારામજી દ્વારા કાળુભાઈ ની દીકરી બીમાર છે તેમ કહી કાળુભાઈ જોડે વાતચીત થઈ હતી પરંતુ બીજા દિવસે કાળુભાઈ નો ફોન ન લાગતા પોતાના પરિવારમાં કાળુભાઈ ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે બાદ બીજા દિવસે જ્યારે અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામ પાસે થી પસાર થતી નહેરમાંથી બે વ્યક્તિઓની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી અને આ લાશની બાજુમાં બાઈક નંબર- RJ38SD5147 પણ મળી અવાયું હતું જેથી આજુબાજુના લોકોએ અકસ્માત માં આ બને ના મોત થયું હોવાની જાણ અમીરગઢ પોલીસ મથકે કરી હતી. જેથી અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી અને બને યુવક-યુવતી ની લાશનો કબ્જો મેળવી બનેના પરિવારની શોધખોળ હાથ ધરી હતી જ્યાં યુવક કાળુભાઇ ના પરિવાર ની જાણ થતાં અમીરગઢ પોલીસ તેમને ઘટના સ્થળે બોલાવી લાશની ઓળખાણ કરાવી હતી જ્યાં કાલુભાઈને અમીરગઢ તાલુકાના ખુણીયા ગામે રહેતી તેજકિબેન દિતાભાઈ ગવાર સાથે છેલ્લા ઘણા સમય થી પ્રેમ સંબંધ હતો અને તેને લેવા માટે આવેલો જેથી કાલુભાઈના ભાઈએ જણાવેલ કે મારા ભાઈની હત્યા તેજકિબેન ના સાગાસંબંધી દ્વારા જ કરવામાં આવી છે ત્યારે હાલ તો તમામ લોકોના નિવેદન લીધા બાદ હાલ તો અમીરગઢ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી ખરેખર આ બને યુવક-યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે..

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.