પૃથ્વી પર સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણને અટકાવવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી બની ગયું છે અને સરકાર પણ હવે આ બાબતેને લઇને ગંભીર બની છે, ત્યારે આજે ડીસા ખાતે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લઇ આવવા અને વધુને વધુ લોકો પર્યાવરણને લઈ ગંભીર બને તે માટે ડીસા ખાતે તાલુકા કક્ષાનો 70મો વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસાના ધારાસભ્ય શશિકાન્તભાઈ પંડ્યા અને પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીની હાજરીમાં ડીસાના સ્મશાન ગૃહ ખાતે બાલ તરૂઓની રોપણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ વૃક્ષો વાવી લોકોને પર્યાવરણ બચાવવા અપીલ કરવામાં આવી હતી.