ETV Bharat / state

ડીસામાં અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો

બનાસકાંઠાના ડીસા શહેરમાં સ્વેટરના ભાવ બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શખ્સોએ તલવાર અને લોખંડની પાઇપ વડે વેપારી પર હુમલો કર્યો હતો. જેમાં વેપારી સહિત બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.જે સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસા
બનાસકાંઠાના ડીસા
author img

By

Published : Dec 23, 2020, 10:27 AM IST

Updated : Dec 23, 2020, 10:40 AM IST

ડીસામાં કાપડની દુકાન પર તલવાર વડે હુમલો

હુમલામાં ઘાયલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

6 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ડીસામાં અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો
બનાસકાંઠા :ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી જવા પામ્યો છે. ખાસ કરીને ડીસા શહેરમાં અસામાજીક તત્વો દ્વારા વારંવાર તીક્ષ્ણ હથિયાર વડે લોકો પર હુમલો કરવામાં આવી રહી છે ડીસા શહેરમાં નજીવી બાબતમાં હાલો કો તલવાર વડે હુમલો કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આવા અસામાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ રોજ એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસ આવા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરે તો જ વારંવાર બનતી આવી ઘટનાઓ અટકી શકે તેમ છે.

ડીસા શહેરમાં આવેલ બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ત્રિમૂર્તિ હોજીયરી નામની દુકાન આવેલી છે. એક ગ્રાહક સ્વેટર લેવા માટે આવ્યો હતો. જોકે વેપારી શિવાભાઈ માળીએ ઓછી કિંમતમાં મોંઘુ સ્વેટર માંગતા ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. તે સમયે ઉશ્કેરાઈ ગયેલ આ ગ્રાહક ત્યાંથી ચાલ્યો ગયો હતો પરંતુ બાદમાં ગ્રાહક સહિત 6 જેટલા અસામાજિક તત્વો ખુલ્લી તલવાર અને પાઇપો લઈને આ દુકાનમાં આવ્યા હતા. તેમજ વેપારી પર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વેપારી અને તેના મિત્રને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવને પગલે આજુબાજુના વેપારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વેપારી ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.

6 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

આ ઘટનાની જાણ થતા જ ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી. તલવાર વડે હુમલો કરનાર આ લોકોની તપાસ હાથ ધરી હતી.જેમાં દુકાન માલિક પર ચાલકો દ્વારા જે તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ડીસા પોલીસે સીસીટીવીના આધારે હુમલો કરનાર છ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેરમાં વારંવાર બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ને અટકાવવા માટે ડીસાવાસીઓની માંગ છે કે, તાત્કાલિક ધોરણે આવા અસામાજીક લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં આવા લોકો આવી ઘટનાને અંજામ આપતા રોકી શકે તેમ છે.

Last Updated : Dec 23, 2020, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.